News of Wednesday, 11th December 2024
શિયાળાની ઠંડીને લઇ શાળાઓના સમયમાં ફેરફાર કરવા કોંગ્રેસની DEOને રજૂઆત
કાતિલ ઠંડીમા વહેલી સવારમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થીજવી નાખે તેવી ઠંડીમા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ સ્કૂલોનો સમય સવારે ૯ કલાક કરવામા આવે : રોહિતસિંહ રાજપુત

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારને રજૂઆત કરતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત, જીત સોની, યશ ભીંડોરા, રોનક રવૈયા, પ્રશીલ રાજદેવ સહિતના નજરે પડે છે.(તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ,તા.૧૧ : રાજ્યમા શિયાળાની શરૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ ૯.૭ ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે. જેમનો શરૂ થવાનો સમય વહેલી સવારે સાત વાગ્યાનો હોય છે. વાલીને વિદ્યાર્થીને છ વાગ્યાથી તૈયાર કરીને સમયસર સ્કૂલ પર પહોચડાવવાના થતા હોય છે.
હાલના સમયમા કાતિલ ઠંડી જે રીતે પડી રહી છે તેમા કોઇ નવયુવાન કે પીઢ વ્યક્તિને સહન કરી શકતો નથી તેવી છે તો નાના ભૂલકાઓ માટે વહેલી સવારે આ કડકડતી ઠંડી કેમ સહ્યન કરતા હશે તે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. ઠંડીનુ જોર વધતા વહેલી સવારે શાળાએ જતાં ભૂલકાઓથરથરતા વર્ગખંડમાં પહોંચે છે,વિદ્યાર્થીઓએ ગરમવષાો પેહરવા છતા પણ ઠંડીથી પુરૂ રક્ષણ મળતુ નથી તેવી કાતિલ ઠંડી હાલના તબ્બકે પડી રહી છે.
ત્યારે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ અને વાલીઓની અમોને અનેક રજૂઆતો મળી છે કે સ્કૂલોના સમયમા ફેરફાર કરવાની રજૂઆત કરવી જોઈએ. ત્યારે તેઓએ તેઓની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતમા વધુ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓના વાલી વતી વિનંતી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ સવારની પાળીઓમા ચાલતી સ્કૂલોનો શૈક્ષણિક કાર્ય શરૂ થવાનો સમય ઠંડીના ૪૦-૪૫ દિવસ સુધી સવારે ‘‘બે કલાક'' મોડો કરવાનો પરિપત્ર કરવો જોઈએ જેથી બાળકોને આ રેકોર્ડબ્રેક થીજવતી ઠંડીમા મોટી રાહત થાય.
ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી પડતા લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યું છે ત્યારે લઘુતમ તાપમાનનો પારો ૫-૬ ડિગ્રી જેટલો પણ નોંધવાની શકયતાઓ છે. આજે રાજકોટની જ વાત કરવામા આવે તો ઠંડીનો પારો ગગડીને રેકોર્ડબ્રેક ૯.૭ ડિગ્રી(લઘુતમ) સુધી પહોંચ્યો છે,જેના કારણે ઘણા વાલીઓ બાળકો ઠંડીમા બીમાર ન પડે એ બીકથી શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે.
વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રજૂઆતની અંતમા જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યુ હતુ. હવામાન વિભાગની આગામી સમયમા કોલ્ડવેવની આગાહીને ધ્યાને લઈને રાજકોટના શહેર-જીલ્લાની સવારની પાળી પદ્ધતિથી શાળાઓનો સ્કૂલ સમય ૯ કલાકનો કરવા અંગેનો પરિપત્ર કરવામા આવે તેવી કોંગ્રેસે વિદ્યાર્થીહિતલક્ષી માંગ કરી હતી.
(4:24 PM IST)










