News of Wednesday, 11th December 2024
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પヘમિ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે શનિવારે e-KYC કેમ્પ
રાશનકાર્ડ e-KYC કેમ્પનો શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરતા રાજકોટ-૬૯ના ધારાસભ્ય

રાજકોટ, તા.૧૧: રાજકોટ-૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પヘમિ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૧૪ શનિવાર સવારે ૧૦ થી પશ્ચિમ મામલતદાર કચેરી આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતે રેશનકાર્ડ e-KYC કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવેલ કે રાશનકાર્ડ e-KYCમાં આધારકાર્ડ અને રાશનકાર્ડ સાથે રાખવું ફરજીયાત છે તથા આધાર નંબર રેશન કાર્ડ સાથે લીંક થયેલ જરૂરી છે. તેમજ કેમ્પમાં ઉપસ્થિત રહેલ લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને વ્યવસ્થાના ભાગ રૂપે ૯૯૭૯૨ ૭૯૨૯૦ નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ રેશનકાર્ડમાં e-KYC કરવા માંગતા શહેરીજનોને આ કેમ્પનો લાભ લેવા ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ અનુરોધ કરેલ છે.
(3:45 PM IST)










