News of Wednesday, 11th December 2024
અટલ સ્માર્ટ સીટી સહિતના ૭૯૩.૪૫ કરોડના વિવિધ પ્રકલ્પોના ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત
શુક્રવારે યોજાનાર કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પદાધિકારીઓ અને અધિકારીઓની મીટીંગ યોજાઇઃ રેસકોર્ષમાં સંકુલન ડાયસ કાર્યક્રમ

રાજકોટઃ મહાનગરપાલિકાના રૂ.૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત નિર્માણાધિન ૧.૫ BHK ના ૧૦૧૦ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવા સહિતના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પદાધિકારીઓ અને અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી.
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કાર્યક્રમના સફળ આયોજનના ભાગરૂપે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની મીટિંગ યોજાઈ હતી. જેમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેનશ્રી નીતિનભાઈ રામાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.એ. જી.વી. મિયાણી અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સદરહુ આવાસોનો ડ્રો તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી ના હસ્તે રેસકોર્ષ ખાતે કરવામાં આવનાર છે.
રાજકોટ મેયર સહિતના પદાધિકારીઓ તથા દંડક મનીષભાઈ મુખ્યમંત્રી હસ્તે યોજાનાર આ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.
(3:33 PM IST)










