News of Wednesday, 11th December 2024
મનપાની વેરા શાખાએ કરવતનું શસ્ત્ર ઉગામ્યું : ૪ મકાન ધારકો નળ વિહોણા
એસ.ટી. બસ સ્ટેન્ડની ૧૦ સહિત ર૯ મિલ્કત સીલ : ૧૧ને નોટીસ : ૪૧.૭૮ લાખની આવક

રાજકોટ, તા. ,૧૧: મ્યુનિ. કોર્પોરેશન ની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા સીલની નોટીસ તથા નળકનેકશન સહિતની ઝુંબેશ અંતર્ગત આજે ઠેબર રોડ પર એસ.ટી. બસ સ્ટેન્ડની ૧૦ સહિતની વિવિધ યોજના ૨૯ મિલ્કતો સીલ, ૪ નળ કનેકશન તથા ૧૧ ને નોટીસ આપવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબમહાનગરપાલિકાનાં કમિશનર સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરતા રૈયા ચોકડી નજીક ગાંધીગ્રામમાં શ્રી ભવન કોમ્પ્લેક્ષમાં શોપ નં-૧૦૧,૧૦૨ ૨-યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૧.૦૭ લાખ.
એરોડ્રામ રોડ પર મારુતીનગરમાં મારુતી નંદન અપાર્ટમેન્ટ માં ઘર નં-૫૦૧ ને નોટીસ સામે રિકવરી રૂ.૭૫,૦૦/-.
કુવાડવા મેઈન રોડ પર શ્રી એલ.પી.પટેલ પાર્ક કો.ઓપ.હાઉસ.સોસા નજીક ખોડીયાર ડેરી ફાર્મ ને નોટીસ સામે રિકવરી રૂ.૫૦,૦૦૦/
કુરજીવાકરીયા રોડ પર આવેલ ૧-યુનીટ નળ-કનેક્સન કપાત સામે રિકવરી કરતા PDC ચેક આપેલ.
રણછોડ નગર શેરી નં-૧૩ માં આવેલ ૧-યુનીટ નું નળ-કનેક્સન કપાત કર્યુ હતું.
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-૯,૧૦,૧૧,૧૨,૧૩, ૧૪,૧૫ કુલ-૭ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૪.૪૩ લાખ છે.
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-૧૯ ના રૂ.૬૩,૦૦૦ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
ઢેબર રોડ એસ.ટી સ્ટેન્ડમાં પાસે આવેલ ૫-યુનીટ ને સીલ મારેલ .
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર શોપ નં-૧૭ ના રૂ.૫૯,૪૧૬ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર શોપ નં-૨૫ ના રૂ.૬૧,૦૫૫ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેકંડ ફ્લોર શોપ નં-૫૬ના રૂ.૫૨,૭૧૫ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં સેકંડ ફ્લોર શોપ નં-૨૭ ના રૂ.૫૧,૫૭૪ ના બાકી માંગણા સામે સીલ મારેલ છે.
કાલાવડ રોડ પર ગવર્મેન્ટ ક્વાટર સામે રવિ ટાવર માં શોપ નં-૪ ના રૂ.૬૨,૩૬૩ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
નાના મૌવા મેઈન રોડ પર શાસ્ત્રી નગર સામે બિઝનસ ટર્મિનલ માં શોપ નં -૬ ના રૂ.૧.૨૧ લાખના બાકી માંગણા સામે સીલ મારેલ.
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્ક બી. માં ફર્સ્ટ ફ્લોર પર ૧-યુનીટ ના રૂ.૧.૩૨ લાખ ના બાકી માંગણા સામે સીલ મારેલ.
આજી જી.આઈ.ડી.સી. માં ૧-યુનીટ ને સીલ મારેલ છે.
આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(3:32 PM IST)










