<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

શનિવારે રાજકોટમાં ‘ગીત હમારે તુમ્‍હારે' જુના ગીતોનો યાદગાર કાર્યક્રમ

આનંદ વિનોદ-અશ્વિની મહેતા-નિરજ પાઠક પોતાના અવાજનો જાદુ પાથરશેઃ કિશોર, મન્નાડે, આશા, લતાના યાદગાર ગીતો રજુ કરશે એચ.એમ.ઈવેન્‍ટસ અને સ્‍માઈલ ગ્રુપના સુનિલભાઈ શાહનું સંગીત મઢયુ બેનમૂન આયોજન

રાજકોટ, તા.૧૧: રાજકોટની ગીત સંગીતપ્રેમી જનતા માટે એચ.એમ.ઈવેન્‍ટસ અને સ્‍માઈલ ગ્રુપના સુનિલભાઈ શાહ ગીત સંગીતનો એક અદભુત અને યાદગાર કાર્યક્રમ યોજવા જઈ રહયા છે. ૧૪મી ડીસેમ્‍બરે શનિવારે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯.૧૫ કલાકે યોજાયેલાં આ કાર્યક્રમમાં બરોડાના કલાકાર અને વોઈસ ઓફ કિશોર તરીકે જાણીતા આનંદ વિનોદ, વોઈસ ઓફ મન્નાડે નિરજ પાઠક અને વોઈસ ઓફ આશાજી તરીકે જાણીતા અશ્વિની મહેતા પોતાના અવાજનો જાદુ પાથરી દર્શકોને મંત્રમુગ્‍ધ કરશે. આ લાઈવ મ્‍યુઝિકલ નાઈટમાં રાજુ ત્રિવેદીનું ઓરકેસ્‍ટ્રા રહેશે જયારે આ કાર્યક્રમમાં એન્‍કર તરીકે મિનલ સોનપાલ જમાવટ કરવાના છે. આશા, લતા, કિશોર અને મન્નાડે જેવા લેજન્‍ડરીના આબેહુબ અવાજમાં ઉપરોકત કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરીને રાજકોટની જનતાને એક યાદગાર કાર્યક્રમ આપવાના છે જે ચુકવા જેવો નથી. આ કાર્યક્રમ માટે હિતેશ મહેતા મો.૯૮૭૯૫ ૮૭૮૭૫ અને સુનિલભાઈ શાહ મો.૮૩૨૦૯ ૪૬૫૪૮ સંપર્ક સાધી શકાશે.

અત્રે એ નોંધનીય છે કે એચ.એમ.ઈવેન્‍ટસ અને સ્‍માઈલ ગ્રુપના સુનિલભાઈ શાહે અત્‍યાર સુધીમાં અનેક સફળ કાર્યક્રમો આપી રાજકોટની સંગીતપ્રેમી જનતાનું દિલ જીતી લીધું છે. આ કાર્યક્રમ પણ રાજકોટની સંગીતપ્રેમી અને કલાપ્રેમી પ્રજા માટે યાદોનું એક સંભારણું બની રહેશે એ નકકી છે. ટિકિટ માટે હર્ષ મ્‍યુઝીક, માધવ વાટિકા કોમ્‍પલેક્ષ, પ્રથમ માળ, સોજીત્રાનગર શેરી નં.૪ નજીક, ગોલ્‍ડન સુપર માર્કેટ ઉપર રૈયા રોડ ખાતેથી મળી શકશે તેમ યાદી જણાવે છે.

(3:46 PM IST)