<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

‘તું બાળકોને લઇને જતી રહે' કાજલબેનને પતિ અને મિત્રએ ફોનમાં ધમકી આપી

મવડીની શ્રી હરી સોસાયટીમાં બનાવઃ મહિલાની તાલુકા પોલીસમાં પતિ વિપુલ દેસાણી અને તેનો મિત્ર અતુલ ગોહેલ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૧: મવડી ચોકડી પાસે શ્રી હરી સોસાયટીમાં રહેતી મહિલાને પતિ નશો કરીને આવી ઘરેથી બાળકોને લઇને જતી રહેવાનું કહી ગાળો આપી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ અને તેના મિત્ર સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી ચોકડી શ્રી હરી સોસાયટી શેરી નં. ૮ માં રહેતા કાજલબેન વિપુલ દેસાણી (ઉ.વ. ૩૮) એ તાલુકા પોલીસ મથકમાં પતિ વિપુલ દેસાણી અને અતુલ ગોહેલ  સામે ફરિયાદ નોંધાવી છે. કાજલબેને ફરિયાદમાં પોતે ઇમીટેશનનું કામ કરે છે. બાવીસ વર્ષ પહેલા પોતાના વિપુલ દેસાણી સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં બે બાળકો છે. પતિને દારૂ પીવાની ટેવ હોઇ તે છેલ્લા એક વર્ષથી પતિ નશો કરી ઘરે આવી પોતાને બે બાળકોને લઇને ઘરેથી જતા રહેવા કહેતો અને ઘરેથી નહીં જાય તો પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાને મારમારી શારીરીક માનસીક ત્રાસ આપતો હતો. ગત તા. પના રોજ પોતે પોતાના ઘરે હતા ત્‍યારે પોતાને ફોનમાં પતિએ નશાની હાલતમાં ગાળો આપી હતી ત્‍યારે તેનો મિત્ર અતુલ ગોહેલ પણ તેની સાથે હોઇ તે પણ પોતાને ગાળો આપવા લાગ્‍યો હતો. અગાઉ પણ ઘણી વખત ગાળો આપતો અને કહેતો કે ‘જો તું પોલીસ ફરિયાદ કરીશ તો આત્‍મહત્‍યા કરી લઇશ અને મોતનું કારણ હું તથા બાળકો છે' તેવી સ્‍યુસાઇડ નોટ લખતો જશે. અને પોતાના વિરૂધ્‍ધ ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતો હોઇ તેથી પોતે તેના આ ત્રાસથી કંટાળી જઇ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. બી. જે. ખેરે તપાસ હાથ ધરી છે.

(4:27 PM IST)