<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

શાક-બકાલાની રેકડીથી કારકિર્દીની શરૂઆત કરનાર પુરૂષોત્તમ પીપરીયા ૯ સંસ્‍થામાં સીઈઓ તરીકે કાર્યરત

કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાનો આજે જન્‍મદિવસ : ડો.પુરૂષોત્તમ પીપરીયાએ બેંકીંગ વિષય ઉપર આશરે ૧૦૦થી વધારે લેખ/બુક લખીને સહકારી ક્ષેત્રેની સંસ્‍થાઓને વિનામૂલ્‍યે પ્રદાન કરી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્‍ત કરેલ છે : આરસીસી બેન્‍કના સીઈઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ૭૫ ઉપરાંત એવોર્ડ્‍સ અને પ્રમાણપત્ર પ્રાપ્‍ત થયેલ છે : ૯ સંસ્‍થાઓમાં સીઈઓ તરીકે કાર્યરત ડો.પુરૂષોત્તમ પીપરીયા ૬૫ વર્ષની ઉંમરે આજે પણ સતત ૧૨ કલાક મહેનત કરી રહ્યા છે જે ગૌરવશાળી બાબત છે : ડો.પુરૂષોત્તમ પીપરીયા બેંકના વિકાસ અને ગુડ ગવર્નન્‍સ માટે વિશ્વભરની પચાસ ઉપરાંત નામાંકીત બેંકોની મુલાકાત લઈ ચૂકેલ છે

રાજકોટ : ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના સીઈઓ જેણે અનેક ક્ષેત્રોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે તેવા ડો. પુરૂષોત્તમ પીપરીયા જેને સમાજે કાયદેઆઝમ તરીકેના ઉપનામથી નવાજેલ છે, તેઓ તેમની જીવન યાત્રાના ૬૪ વર્ષ પુરા કરી ૬૫ ના વર્ષમાં યશસ્‍વી અને ઝળહળતી કારકીર્દી સાથે પ્રવેશી રહ્યા છે.

ડો.પુરૂષોત્તમ પીપરીયા ભારત સરકારની ઓડિટ ક્ષેત્રેની સંસ્‍થા એકાઉન્‍ટ જનરલની ગુજરાત ક્ષેત્રેની સલાહકાર સમીતીમાં સેવા આપી રહ્યા હોવાની સાથોસાથ રાજકોટની ખ્‍યાતનામ આરસીસી બેંકના સીઈઓ, સૌરાષ્‍ટ્ર કચ્‍છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સીઈઓ, સાધુ વાસવાણી હોસ્‍પીટલના સીઈઓ, માતુશ્રી વિરબાઈમાં મહિલા સાયન્‍સ એન્‍ડ હોમ સાયન્‍સ કોલેજના સીઈઓ, શ્રી સદગુરૂ સદન ટ્રસ્‍ટના કો-ઓર્ડિનેટર, શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પીટલના કો-ઓર્ડિનેટર, જંકશન પ્‍લોટ હાઉસીંગ કો-ઓપરેટિવ સોસાયટીના સીઈઓ તરીકે ફરજ બજાવી ૬૫ વર્ષની વયોવળધ્‍ધ ઉમરે પણ રોજ ૧૨ કલાક સતત કાર્યરત રહે છે. આ અગાઉ પણ મીનાબેન જયંતિલાલ કુંડલીયા ચેરીટેબલ ટ્રસ્‍ટના પૂર્વ મંત્રી તરીકે, ભકિત આશ્રમ ટ્રસ્‍ટના મંત્રી તરીકે, રાજકોટ લોહાણા મહાજના ટ્રસ્‍ટના કો-ઓર્ડિનેટર તરીકે તેમજ ધિ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક) ના ડેપ્‍યુટેશન ઉપરના પૂર્વ સીઈઓ તરીકેની સફળતાપૂર્વક ફરજ બજાવી તે તેમની યશસ્‍વી કારકીર્દી ઉજાગર કરે છે.

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍સ્‍ટ્રીઝ સહિત અનેક સંસ્‍થાના બંધારણના ઘડવૈયા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર ડો. પુરૂષોત્તમ પીપરીયાએ ચેમ્‍બર ઓફ કોમર્સ, રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ, ધિ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક), ધિ વેરાવળ પિપલ્‍સ કો-ઓપરેટીવ બેંક લી., ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. સહિત અનેક સંસ્‍થામાં ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત રહી ચૂંટણીનું નિર્વિવાદ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે.

બેંકિંગ ક્ષેત્રે કલાર્કમાંથી સીધા જ સીઇઓ તરીકે પસંદ થનાર ડો. પુરૂષોત્તમ પીપરીયાએ ૧૦૦૦ ઉપરાંત બેંકિંગ ક્ષેત્રેના સેમીનારમાં વિવિધ સહકારી બેંકોના પદાધિકારીઓ અને ઉચ્‍ચ અધિકારીઓને કિ-નોટ સ્‍પીકર તરીકે ટ્રેનીંગ આપી છે અને આપી રહ્યા છે તેમજ વિવિધ મેગા ઇવેન્‍ટસોમાં ડો. પુરૂષોત્તમ પીપરીયાની જ્‍યુરી તરીકે પણ નિમણુંક થયેલ છે. આ ઉપરાંત ડો. પુરૂષોત્તમ પીપરીયાએ બેંકિંગ વિષય ઉપર આશરે ૧૦૦ થી વધારે લેખ/બુક લખીને સહકારી ક્ષેત્રેની સંસ્‍થાઓને વિનામૂલ્‍યે પ્રદાન કરી ઐતિહાસીક સિધ્‍ધિ -ાપ્ત કરેલ છે.

ડો.પુરૂષોત્તમ પીપરીયા સામાજીક અને વ્‍યવસાયીક ક્ષેત્રે લવાદ તરીકેની સફળ ભૂમિકા ભજવી કરોડો રૂપિયાના કેસોમાં સમાધાન અથવા તો નિવેડા દ્વારા તકરારને અંત લાવવામાં સફળ રહ્યા છે તે પૈકી મેરેજ ડિસ્‍કયુટ, કૌટુંબિક વહેંચણીઓ, ચૂંટણીઓ સહિતની સામાજીક જવાબદારીઓ પણ નિભાવેલ છે.

થોકબંધ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા ડો.પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન આર.સી.સી. બેંકને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ૭૫ ઉપરાંત એવોર્ડસ અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે જે ગૌરવવંતી બાબત કહી શકાય.

બેંકના વિકાસ અને ગુડ ગર્વનન્‍સ માટે વિશ્વ ભરની પચાસ ઉપરાંત નામાંકિત બેંકોની મુલાકાત લેનાર ડો.પુરૂષોત્તમ પીપરીયા યુરોપ ખંડના ઈટાલી, જર્મની, ફ્રાન્‍સ, ઓસ્‍ટ્રીયા, સ્‍વીત્‍ઝરલેન્‍ડ, મોનાર્કો, મોન્‍ટેકાર્લો, નેધરલેન્‍ડ, ઇંગ્‍લેન્‍ડ, વેલ્‍સ, સ્‍કોટલેન્‍ડ, વાડુઝ તેમજ અમેરીકા ખંડના ન્‍યુયબેંક, ન્‍યુજર્સીર્સી, વોશીંગ્‍ટન, નાયેગ્રા, ઓર્લેન્‍ડ, લાસવેગાસ, લોસ એન્‍જલસ, સનફ્રાન્‍સિસ્‍કો, સન લુઈસ, આલાસ્‍કા, કેનેડા, આફ્રિકાના કેન્‍યા, તાંઝાનીયા, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ, ચાઈના, કૈલાસ, નેપાળ સહિત દુનિયાના સાતેય ખંડના ૧૦૦ ઉપરાંત દેશ/પ્રાંતના પ્રવાસ કેન્‍દ્રનો પ્રવાસ કરેલ હોવાથી ડો. પુરૂષોત્તમ પીપરીયા વિશ્વ પ્રવાસી તરીકે પણ ઓળખાય છે.કાશ્‍મીરમાં ૅચીલ્લાઈ કલ્લાનૅ ની હાડગાળતી ઠંડીમાં અનેક વખત -વાસ કરનાર ડૉ. પુરૂષોત્તમ પીપરીયાએ અમરનાથ યાત્રા અને કૈલાસ માનસરોવર ની યાત્રાઓ કરવા ઉપરાંત એશિયા, યુરોપ, અમેરિકા અને કેનેડાના હિમશિખરો ઉપર માઈનસ ડિગ્રીમાં સેંકડો રાતો વિતાવી હોવાથી મિત્રો ડો. પુરૂષોત્તમ પીપરિયાને હિમપુરૂષના હુલામણા નામે સંબોધે છે.

ડો.પુરૂષોત્તમ પીપરીયા કહે છે કે બેંકના સંચાલનની જવાબદારી જ્‍યારે રાજકોટના ભામાશા શેઠશ્રી જયંતિભાઈ કુંડલિયાની પુત્રી ડો.બીનાબેન કુંડલિયા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ નિભાવી રહ્યા હોય ત્‍યારે બેંક હરણફાળ ગતિએ પ્રગતિ કરે જ તે સ્‍વાભાવિક છે. આરસીસી બેંક સમાજના નબળા વર્ગને ઊંચે લાવવામાં વધુને વધુ સેવાઓ પ્રદાન કરી રહી છે તે આનંદની વાત છે.

ડો.પુરૂષોત્તમ પીપરીયાના વિશાળ શુભચિંતકો, મીત્રો, ચાહકો અને ગ્રાહકો તરફથી તેમના પર અવીરત રૂબરૂ, ટેલીફોન અને સોશ્‍યલ મિડીયા મારફત તથા (મો.૯૪૨૭૨ ૨૦૫૪૪) પર લાગણી અને અભિનંદનની વર્ષા થઈ રહી છે

(4:15 PM IST)