News of Wednesday, 11th December 2024
કડકડતી ઠંડીને લઇને રાજકોટમાં સવારની શાળાનો સમય બદલાયો
હવેથી સવારની શાળાઓ 7-10 ના બદલે 7-40 વાગ્યાનો સમય કરાયો

રાજકોટ :કડકડતી ઠંડીને લઇને રાજકોટમાં સવારની શાળાનો સમય બદલાયો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ, જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સવારે અડધો કલાક શાળાનો સમય મોડો કરાયો છે. હવેથી સવારની શાળાઓ 7-10 ના બદલે 7-40 વાગ્યાનો સમય કરાયો છે. વિધાર્થીઓને ઠંડીમાં અસર ના થાય તે માટે સમય બદલવાનો નિર્ણય કરાયો છે
(9:17 PM IST)










