<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

સંભવિત કોલ્‍ડવેવની અસરઃ રાજકોટ ગ્રામ્‍યની શાળાઓના સમયમાં અડધા કલાકનો ફેરફાર

એક અથવા બે પાળીમાં ચાલતી શાળાઓ જોગ દિક્ષિત પટેલનો પરિપત્ર

રાજકોટ તા. ૧૪: શિયાળાની ઋતુ દરમ્‍યાન શાળાના સમયમાં ફેરફાર કરવા બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલએ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રની શાળાઓ જોગ ગઇકાલે પરિપત્ર પ્રસીધ્‍ધ કરી જણાવ્‍યું છે.

આગામી દિવસોમાં કોલ્‍ડવેવની સંભાવના હોય પ્રાથમિક શાળાઓમાં સાવચેતીના પગલા લેવા માટે તમામ શાળાઓને જાણ કરવામાં આવે છે. કાર્યક્ષેત્રની પ્રાથમિક શાળાઓમાં નીચે મુજબની સુચનાઓનો અમલ કરવાનો રહેશે.

એકપાળીમાં ચાલતી પ્રાથમિક શાળાઓએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી શનિવારના દિવસે શાળાનો તમામ સમય હાલના સમય કરતા અડધી કલાક મોડો રાખવાનો રહેશે. બે પાળીમાં ચાલતી શાળાઓએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી શાળાનો તમામ સમય હાલના સમય કરતા અડધી કલાક મોડો રાખવાનો રહેશે

(1:54 PM IST)