<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

તારા પિતાને કહે કે કેનેડામાં ઘર અને ગાડી લઇ આપે કહી રિધ્‍ધીબેનને સાસરિયાનો ત્રાસ

ગુલાબવિહાર સોસાયટીમાં રિસામણે આવેલી પરીણીતાની કેનેડા રહેતો પતિ નીલ મીસ્‍ત્રી, વડોદરા રહેતા સસરા કિશોરભાઇ અને સાસુ રંજનબેન સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ બીગબજાર પાછળ ગુલાબ વિહાર સોસાયટીમાં માવતર સાથે રહેતી પરિણીતાને ‘તારા પિતાને કહે કે કેનેડામાં ઘર અને કાર લઇ દયે' કહી કેનેડા રહેતો પતિ અને વડોદરામાં રહેતા સાસુ-સસરા ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગુલાબ વિહાર સોસાયટી શેરી નં. ૧ માં માવતરના ઘરે રહેતા રીધ્‍ધીબેન નીલભાઇ મીસ્‍ત્રી (ઉ.વ.૩૧) એ તાલુકા પોલીસ મથકમાં કેનેડામાં રહેતો પતિ નીલ તથા વડોદરા રહેતા કિશોરભાઇ મીસ્‍ત્રી અને સાસુ રંજનબેન મીસ્‍ત્રી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાનાગત તા.૯-૩-૨૩ ના રોજ વડોદરામાં રહેતા નીલ કિશોરભાઇ મીસ્‍ત્રી સાથે લગ્ન થયા હતા. લગ્નના બીજા જ દિવસથી પતિ પોતાની સાથે નાની નાની વાતમાં ઝઘડો કરતો હતો. થોડા દિવસ બાદ સાસુ-સસરા  પણ નીલની વાત માનીને પોતાની સાથે ઝઘડો કરતા હતા અને પતિ, સાસુ, સસરા, કહેતા કે તારા પિતાને કહે કે અમને કેનેડામાં ઘર અને ગાડી લઇ દયે તારા પિતાએ દહેજમાં કંઇ આપ્‍યુ નથી તેમ કહી મેણાટોણા મારી ઝઘડદ કરતા હતા અને પતિ કહેતો કે મારો ફોન અડધી રીંગે ઉપડી જવો જોઇએ અનેકયારેક ફોન ઉપાડવામાં વાર લાગે તો પતિ પોતાની સાથે માથાકુટ કરતો હતો. પતિ કેનેડામાં રહેતા હોઇ પોતાને લઇ જતો નહતો. અને અવાર-નવાર ઝઘડો કરતો હોઇ તેથી પોતે અવારનવાર માવતરના ઘરે આવતા અને પોતે પરત સાસરીયામાં જતા રહેતા હતા. શારીરીક અને માનસીક ત્રાસના લીધે પોતે માવતરે રહે છે. આ ત્રાસથી કંટાળી પોતે ફીનાઇલ પીલેતા પોતાને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે. સાસુ અને સસરા કહેતાકે તારા માવતરે તને સંસ્‍કાર જ નથી આપ્‍યા અને તારીલાયકાત જ નથી કે મારા દીકરાની વહુ બને તેમ કહી ગાળો આપતા હતા. અને પતિ પોતાને કેનેડા લઇ જવા માગતો નહોઇ તેથી પોતાના વીઝા માટેની અપીલ પતિએ ખેંચી લીધી હોઇ એ વાતનું પોતાને લાગી આવતા પોતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. ગોૈતમભાઇ પરમારે તપાસ હાથધરી છે.

(1:55 PM IST)