<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

આજે રાજકપૂરની જન્‍મ જયંતિ

તસ્‍વીરમાં રાજકોટના મિમીક્રી આર્ટીસ્‍ટ રાજકપૂરના ગેટઅપમાં અનેક કાર્યક્રમો કરનાર ઉમેશ રાવ પરિવાર સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪: મશહુર ફિલ્‍મ અભિનેતા રાજકપૂરની આજે ૧૦૦મી જન્‍મ જયંતિ છે. રાજકપૂરનો જન્‍મ તા. ૧૪-૧ર-૧૯ર૪ ના રોજ થયો હતો. રાજકપૂરે અનેક ફિલ્‍મોમાં અભિનયના ઓજશ પાથર્યા હતા.

અભિનેતા રાજકપૂર અને ચાર્લી ચેપ્‍લિન રાજકપૂરનાં વ્‍યકિતત્‍વને વણી લેતા અનેક પુસ્‍તકો પણ પ્રસિધ્‍ધ થયા છે. રાજકપૂરના દરેક શ્‍વાસ ફિલ્‍મો માટે ધબકતા હતા અને યાદગાર અભિનય કરીને અનેક ફિલ્‍મોને સુપરહિટ બનાવી હતી.

રાજકપૂર સદાબહાર કલાકારની સાથોસાથ ડાયરેકટર તરીકે પણ રાજકપૂર ખૂબજ ખ્‍યાતિ પ્રાપ્‍ત થયા હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે રાજકપૂરે અભિનય ક્ષેત્રે ઝંપલાવી દીધું હતું.

(1:58 PM IST)