News of Saturday, 14th December 2024
રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીની ‘‘કાર્યદક્ષ પેનલ''ને વકીલોનું મળી રહેલ જંગી સમર્થન
પેનલના તમામ ઉમેદવારો દ્વારા ‘‘ઓફિસ ટુ ઓફિસ''ના પ્રચારમાં અનેકાનેક શુભેચ્છા સંવેદના મળી રહી છે

રાજકોટ તા.૧૪: આગામી તા. ૨૦ ના રોજ રાજકોટ ના વિકલોની સંસ્થા રાજકોટ બાર એસોશીએશન ની નવા હોદેદારો માટેની ચુંટણીનુ મતદાન થવા જઈ રહયુ છે રાજકોટના તમામ વકીલોના અનેકવિધ પ્રશ્નોનું નીરાકરણ તેમજ વકીલોને વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ ના નીવારણ, બાર અને બેન્ચ વચ્ચે સુમેળ બને તેવા સેતુ સમાન બાર ની આગામી વર્ષ- ૨૦૨૫ ના હોદેદારો નકકી કરવા માટેની ચુંટણીમાં આ વર્ષે સ્વચ્છ પ્રતીભા, કાર્યદક્ષ કાર્યશૈલી, કાયમ વકિલોની વચ્ચે રહીને કાર્ય કરતા ઉમેદવારો ની એક પેનલ આ વર્ષે આ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી રહી છે.
કાર્યદક્ષ પેનલના નામથી ઉમેદવારી નોંધાવેલ તેવા આ પેનલમાં પ્રમુખપદ માટે દિલીપભાઈ જોશી, ઉપપ્રમુખ પદ માટે મયંકભાઈ પંડયા, સેક્રેટરીપદ માટે સંદીપભાઈ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરી પદ માટે જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરરના પદ માટે કૈલાશભાઈ જાની તથા લાઈબ્રેરી સેક્રેટરીના પદ માટે રવીભાઈ ધ્રુવ તેમજ મહીલા અનામત કારોબારી સભ્ય પદ માટે રૂપલબેન થડેશ્વર તથા નવ કારોબારી સભ્યોના પદ માટે (૧) ચીત્રાંક વ્યાસ (૨) મહેશ પુંધેરા (૩) હુસેન હેરંજા (૪) અનીલ ડાકા (૫) હીરેન ડોબરીયા (૬) નીલ શુકલ (૭) કીશન રાજાણી (૮) સંજય કવાડ (૯) ભાવીક આંબલીયા વીગેરે એ ઉમેદવારી નોંધાવી છે.
આ તમામ કાર્યદક્ષ પેનલના ઉમેદવારો દ્વારા મતદારો એવા વકિલશ્રીઓની ઓફીસ-ટુ- ઓફીસ નો સંપર્ક કરીને વ્યાપક પ્રચાર અભિયાન ચલાવી રહયા છે. આ ઉપરાંત નવી કોર્ટ કેમ્પસ, રાજકોટ ત્યા તમામ ઝોનની દસ્તાવેજ કચેરીઓ, ફેમેલી કોર્ટ, ગ્રાહક સુરક્ષા ફોરમ, લેબર કોર્ટ, ઈન્કમ ટેક્ષ, સેલ્ટેક્ષ ઓફિસ વિગેરે સ્થળોએ વકિલોનો વ્યાપક સંપર્ક કરી કાર્યદક્ષ પેનલ તરફી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે તેમજ આ કાર્યદક્ષ પેનલ ના ઉમેદવારોને પ્રચાર દરમ્યાન સીનીયર વકીલશ્રીઓ દ્વારા વીજય ભવઃ ના આર્શીવાદ સાથે જંગી સમર્થન મળી રહયુ છે. અલગ અલગ ક્ષેત્રે વિકલાત કરતા વિકલો જેમાં સીનીયર, જુનીયર, મહીલા એડવોકેટશ્રીઓ દ્વારા આ પેનલ ને સમર્થન સાથે શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
આ કાર્યદક્ષ પેનલને સ્વયંભુ રીતે પ્રચંડ જંગી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યુ છે જેમાં ખાસ કરીને કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને રાજકોટ ભાજપ લીગલ સેલ ના કન્વીનર પીયુષભાઈ શાહ, સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયા, રેવન્યુ પ્રેકટીશનર એસોશીએશન ના એન.જે. પટેલ તથા હોદેદારો એમ.એ.સી.પી બારના પ્રમુખ અજયભાઈ જોશી તથા હોદેદારો, ગ્રાહક સુરક્ષા ફોરમ પ્રેક્ટીશનર એડવોકેટ એસોશીએશન ના ધીરેન્દ્રભાઈ વસાવડા, ગજેન્દ્રભાઈ જાની સહીતના હોદેદારો, લેબર બાર એસોશેએશન ના જી.આર. ઠાકર, ગીરીશભાઈ ભટટ, સુનીલભાઈ વાઢેર તથા હોદેદારો, યુનીટી ઓફ લોયર્સના તુષારભાઈ બસલાણી તથા હોદેદારો તથા ઈન્કમટેક્ષ પ્રેકટીશનર એડવોકેટના હેમલભાઈ કામદાર તથા હોદેદારો, ડીસ્ટ્રીકટ નોટરી એશોસીએશનના ડી.ડી. મહેતા, રાજભા ઝાલા તથા હોદેદારો, યુવા લોયર્સ ના કીરીટસીહ નકુમ, હેમાંશુ પારેખ તથા હોદેદારો, જુનીયર એડવોકેટ ભારના સી.પી પરમાર, સી.બી તલાટીયા,કુલદીપસિહ તથા હોદેદારો ફેમેલી કોર્ટ માં પ્રેકટીશ કરતા વકિલશ્રીઓ તથા મહીલા વકિલો, જુનીયર વકિલશ્રીઓ તથા સીનીયર વકીલો એ કાર્યદક્ષ પેનલ ને ખુલ્લુ સમર્થન આપી પોતાનો ટેકો કાર્યદક્ષ પેનલના તમામ હોદેદારોને જાહેર કર્યો છે તેમજ તમામ મતદાર વકીલોને કાર્યદક્ષ પેનલના સમર્થનમાં તા. ૨૦ ના રોજ મોટી સંખ્યામાં મતદાન કરી જંગી બહુમતીથી વીજય બનાવવા અનુરોધ કર્યો છે.
(2:44 PM IST)










