<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

પીજીવીસીએલ દ્વારા સર્કલ ટુર્ના.નો સોમવારથી રાજકોટ ખાતે પ્રારંભ થશે

મેનેજીંગ ડાયરેકટર પ્રિતીશર્માના વરદ હસ્‍તે ઉદ્‌ઘાટન થશે

રાજકોટઃ પીજીવીસીએલ કંપનીની પ્રતિષ્‍ઠાભરી ૧૭મી ઇન્‍ટર સર્કલ ક્રિકેટ ટુનામેન્‍ટ તા. ૧૬ થી રર ડિસેમ્‍બર ર૦ર૪ દરમ્‍યાન માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ  રેસકોર્ષ,રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. જેનું ઉદ્‌ધાટન પીજીવીસીએલ કંપનીના મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી પ્રિતી શર્મા મેડમના વરદ હસ્‍તે સોમવારે સવારે ૮ કલાકે કરવામાં આવશે. સમગ્ર ક્રિકેટ ટુનામેન્‍ટનું આયોજન રાજકોટ શહેર વર્તુઇ કચેરીના યજમાનપદે યોજવામા઼ આવેલ છે. આ સમગ્ર ક્રિકેટ ટુનામેન્‍ટને સફળ બનાવવા માટે પીજીવીસીએલ શહેર વર્તુળ કચેરી, રાજકોટના અધિક્ષક ઇજનેરશ્રી જે.બી. ઉપાધ્‍યાય અને સહાયક સચિવશ્રી કુ. ક્રિષ્‍નાબેન એચ. પટેલની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે. ૧૭ મી ઇન્‍ટર સર્કલ ક્રિકેટ ટુનામેન્‍ટમાં નિગમિત કચેરી તેમજ કુલ ૧ર વર્તુળ કચેરી ભાગ લેશે. રાજકોટની ક્રિકેટપ્રેમી જનતાને આ ટુનામેન્‍ટનો લાભ લેવા જાહેર નિમંત્રણ અપાયું છે. ઉદ્‌ઘાટન  સમારોહમાં ચીફ ઇજનેરો સર્વશ્રી જે.જે. ગાંધી, આર.જે.વાળા, પી.જે.મહેતા, જનરલ મેનેજર કે. એસ. મલકાણ, એજીએમસી એ.આર. કટારા તથા અન્‍યો ખાસ ઉપસ્‍થિત રહેશે.

(2:48 PM IST)