<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

પ૦૦ ગૃપ માટે આહાર પ્રોજેકટ સંપન્ન થયોઃ ૧૦ વધુ રીજીયનોએ ભાગ લીધો

જૈન સોશ્‍યલ ગૃપ ઇન્‍ટરનેશનલ ફેડરેશન દ્વારા

રાજકોટઃ જૈન સોશ્‍યલ ગૃપ ઇન્‍ટરનેશનલ ફેડરેશન માટે વર્ષ ર૦ર૩-રપનું સૌથી મહત્‍વપુર્ણ પ્રોજેકટ આહાર હતુ, સંસ્‍થાના અગ્રણીઓ અમિશભાઇ દોશી, ચિરાગભાઇ ચોકસી, ઉપેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને આહાર કન્‍વીનર ડિમ્‍પલબેન રાકેશભાઇ કોરડીયા (જેએસજી મુલુંડ) સર્વેની મહેનતથી સફળતાપુર્વક પુર્ણ થયું હતું. આ પ્રોજેકટનો મુખ્‍ય ઉદેશ આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતિ લાવવાનો અને લોકોમાં સંકલિત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવાનો હતો. તેમશ્રી ઉપેન્‍દ્ર મોદી (મો.૯૮ર૪૦ ૪૩૧૪૩) જણાવે છે.

આ પ્રોજેકટ દરમિયાન ભારતના અને વિદેશ રિજન મળીને કુલ ૧૦ રિજનના સભ્‍યોએ આ વેબિનારનો લાભ લીધો હતો. આ લંડનથી આવેલા ઇન્‍ટરનેશનલ ન્‍યુટ્રિશન નિષ્‍ણાંત નેહલબેન કોરડીયાએ વેબિનારનું આયોજન કર્યુ હતું.

પ્રોજેકટ આહાર અંતર્ગત, લોકોને અને પ્રેકટીકલ ટીપ્‍સ દ્વારા આરોગ્‍યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ વેબિનારના અંતમાં એક રેસીપી પ્રતિયોગીતા જાહેર કરાઇ અને તેના દરેક વિજેતાઓને આરોગ્‍ય વર્ધક ગીફટ હેમ્‍પરની કીટ તેમના ઘરે મોકલવામાં આવી હતી.

આ પ્રોજેકટ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીનું સપનું સ્‍વસ્‍થ ભારત, મસ્‍ત ભારત અભિયાનને પ્રોત્‍સાહન આપ્‍યું અને સમાજમાં આરોગ્‍ય અને આહારની સમજ વધારવાનો પ્રયાસ કર્યો હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયું હતું.  આહાર કુકિંગ કોન્‍ટેસ્‍ટના વિજેતાઓ પ્રથમ ઇનામઃ તેજલ સંઘવી, જેએસજી મીડ ટાઉન સંગિની(રાજકોટ), દ્વિતીય ઇનામઃ પુજા મહેતા સંગિની ફોરમ (ગાંધીનગર), તૃતિય ઇનામઃ આરતી સંપટ, જેએસજી મીડ ટાઉન પુના અને સંગિની નારી સંગઠન (પુના) આશ્વાસન ઇનામઃ મનીષ જૈન જેએસજી દહાણુ(ગુજરાત) અને દક્ષાબેન ઝાટકીયા જેએસજી સંગિની કોઇમ્‍બતુરને આપવામાં આવેલ.

(2:49 PM IST)