તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
FRC શાળાની ફી નિયમનને બદલે નિયંત્રણ કરી ઘટાડો કરે છેઃ RTEના છાત્રોની ફીનું ચુકવણુ પણ મોડુ!
સ્વનિર્ભર શાળા સંચાલકોમાં FRC રાજકોટ ઝોનના વલણ સામે ભારે રોષઃ રાજય સરકારમાં રજુઆત

રાજકોટ તા.૧૪: છેલ્લા કેટલા સમયથી રાજકોટ ઝોન શાળા FRC કમિટીના વલણથી સ્વનિર્ભર શાળા સંચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ફી નિયમનને બદલે ફી નિયંત્રણ કરે છે. આ અંગે રાજય સરકારમાં રજુઆત થઇ રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને રજુઆત કરતા જણાવેલ કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-૨૦૨૦માં રાષ્ટ્રીય શિક્ષણ પોલીસી અમલમાં આવી તે સંદર્ભે રાજયની દરેક શાળાઓ, કોલેજોમાં જાગૃતતા આવે અને યોગ્ય રીતે અમલ થાય તે અંગે સેમીનારો યોજવા જોઇએ.
મહામંડળે ખાસ ભારપૂર્વક જણાવ્યુ છે કે, ગુજરાત રાજયમાં ફી નિયમન અંગે ૨૦૧૭માં કાયદો અમલમાં આવ્યો. તે અનુસંધાને રાજયમાં ચાર ઝોનમાં FRC કમીટીઓની રચના થઇ આ ચાર કમીટીના સંકલનના અભાવે અને એચ.સી.ના વચગાળાના ગાઇડન્સને ધ્યાનમાં લીધા વગર ફી નિયમનને બદલે ફી નિયંત્રણ કરી રાજકોટ ઝોનની કમીટી ફી માં ઘટાડો કરે છે અને ૨૦૨૪-૨૫ની ફી ફીઝ કરે છે.
ગત વર્ષે L.K.G./H.K.G. ના રજીસ્ટ્રેશન માટેનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ થયો તેમાં નવી શાળાની મંજુરી પ્રમાણે ડોકયુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરવા સુચવેલ છે. તે સંદર્ભે જેમને ધો. ૧ થી ૮ કે ૧૨ સુધીની શાળાની મંજુરી હોય તેમને બાલવાટીકાનું રજીસ્ટ્રેશન સરળ રીતે થયેલું તે જ રીતે L.K.G./H.K.G. નું રજીસ્ટ્રેશન જે તે સંસ્થા ધો.૧ થી ૮ કે ૧૨ સુધીની શિક્ષણ કામગીરી કરી રહી છે. તેમને બાલવાટીકા મુજબ રજીસ્ટ્રેશન સરળતાંથી થઈ શકે તેવું કરવા અપીલ છે.
RTE માં ભણતાં વિદ્યાર્થીઓનું દર વર્ષે ગુજરાતનાં અમુક જીલ્લાઓમાં પેમેન્ટ સંકલનના અભાવે લેઈટ આવે છે. તે અંગે યોગ્ય કરવા અપીલ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કરી છે.
(4:16 PM IST)










