તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
પોલીસમાં સ્ટ્રેસ લેવલ ઘટે અને સ્પોર્ટસમેન સ્પીરીટ વધે તેવા ઉદ્દેશ સાથે રમતોત્સવ ખુલ્લો મુકતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા
પાંચ દિવસ સુધી અલગ અલગ રમતોમાં ટ્રેક-ફિલ્ડમાં ૯, ટીમ ગેમમાં ૬, ઇન્ડોર ગેમ્સમાં ૪ ઇવેન્ટનો સમાવેશઃ ચાર ડીસીપીની ટીમોમાં ૪૫૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કોૈવત દાખવશે પોલીસ કમિશનરે ટોસ ઉછાળી રસ્સાખેંચ મેચથી રમતોત્સવનો આરંભ કરાવ્યોઃ જેમાં ડીસીપી ક્રાઇમની ટીમ ડીસીપી ઝોન-૧ સામે વિજેતા બની, બીજા મેચમાં ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પીએચક્યુ, ફૂટબોલમાં પણ ડીસીપી ઝોન-૨ સામે ડીસીપી પીએચક્યુ અને બાસ્કેટ બોલ મહિલા વિભાગમાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી પીએચક્યુની ટીમો વિજયી બની

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓમાં પરિવાર ભાવના કેળવાય, માનસિક-શારીરિક ફિટનેસ જળવાઇ રહે અને તેઓ સ્ટેટ-નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે તેમજવ સતત તણાવભરી નોકરી વચ્ચે સ્ટ્રેસ લેવલ ઘટે તે હેતુથી દર વર્ષે શહેર પોલીસ દ્વારા રમતોત્સવનું આયોજન થાય છે. આ વખતે ચોથા વાર્ષિક રમતોત્સવનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે થયું છે. જે પાંચ દિવસ સુધી ચાલશે. આ રમતોત્સવને આજે પોલીસ કમિશરન બ્રજેશકુમાર ઝાએ ખુલ્લો મુક્યો હતો.
આ રમતોત્સવ આજ તા. ૧૪થી ૧૮મી સુધી યોજાનાર રમતોત્સવરમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ૯ ઇવેન્ટ, ટીમ ગેમમાં ૬ ઇવેન્ટ, ઇન્ડોર ગેમ્સમાં ૪ ઇવેન્ટનો સમાવેશ કરાયો છે. જેમાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-૧, ડીસીપી ઝોન-૨ અને ડીસીપી પીએયકયુ નામની ૪ ટીમો બનાવાઇ છે. આ ચાર ટીમોમાં રાજકોટ શહેર પોલીસના પુરૂષ-મહિલા અધિકારી/કર્મચારીઓ સહિત આશરે ૪૫૦ જેટલા ખેલાડીઓ ભાગ લઇ કોૈવત દાખવશે.
આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા તેમજ તમામ એસીપી, તમામ પીઆઇ ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ પ્રસંગે પોતાના ઉદ્દબોધનમાં રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ટીમોનું અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે કહ્યું બકે પોલીસની નોકરીમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં વિવિધ રમતોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ખેલાડીઓ તરીકે પણ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે તે સારી બાબત છે. ગુજરાત પોલીસમાં શારીરિકક ફિટનેસ અને શિસ્ત તથા ટીમભાવના જળવાઇ રહે અને સ્પોર્ટસમાં પરીવારની ભાવના કેળવાય તે હેતુથી આ રમતોત્સવ યોજાય છે. તમામ ખેલાડીઓ ભાગ લે એ જ મહત્વની વાત છે, હારજીતની ચિંતા કર્યા વગર રમવું તેમજ પરેડની સાથો સાથે વિવિધ સ્પોર્ટસની સ્પર્ધાઓમાં ભાગ લેવો એ સારી વાત છે. શહેર પોલીસના ખેલાડીઓએ ડીજીપી કપ તેમજ રાષ્ટ્ર કક્ષાએ સારુ પરફાર્મન્સ આપી વિજયી થઇ ટ્રોફી તેમજ મેડલો મેળવ્યા છે તે ગોૈરવને પાત્ર છે.
આ વાર્ષિક રમતોત્સવનો શુભારંભ પુરૂષોની રસ્સાખેંચની પ્રથમ મેચથી થયો હતો. જેમાં ડીસીપી ક્રાઇમ વિરૂધ્ધ ડીસીપી ઝોન-૧ની ટીમે ભાગ લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ટોસ ઉછાળ્યો હતો. આ મેચમાં ડીસીપી ક્રાઇમ ટીમ વિજેતા થઇ હતી. બીજો મેચ ડીસીપી ઝોન-ર વિરૂધ્ધ ડીસીપી-પીએચકયુ વચ્ચે રમાયો હતો. જેમાં ડીસીપી પીએચયુ વિજેતા જાહેર થયેલ. જયારે ફુટબોલ મેચ પુરૂષ વિભાગમાં ડીસીપી ઝોન-ર વિરૂધધ ડીસીપી પીએચયુ વચ્ચે રમાયેલ, તેમાં ડીસીપી પીએચયુ વિજેતા જાહેર થયેલ. જયારે ફુટબોલ પુરૂષ વિભાગમાં બીજો મેચ ડીસીપી ક્રાઇમ વિરૂધ્ધ ડીસીપી ઝોન-૧ વચ્ચે યોજાયેલ જેમાં ડીસીપી ઝોન-૧ ટીમ વિજેતા થઇ હતી.
મહિલાઓના વિભાગમાં બાસ્કેટબોલમાં ડીસીપી ક્રાઇમ વિરૂધ્ધ ડીસીપી ઝોન-૧ અને ડીસીપી ઝોન-ર વિરૂધ્ધ ડીસીપી પીએચકયુ વચ્ચે મેચ રમાયા હતાં. જેમાં ડીસીપી ક્રાઇમ અને ડીસીપી પીએચયુ ટીમો વિજેતા બની હતીે. આજના દિવસે બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કબડ્ડી, વોલીબોલની રમતો ચાલુ હતી. આ રમતોત્સવને સફળ બનાવવા રાજકોટ મ્યુ. કોર્પોરેશન, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનો સહયોગ મળ્યાનું એસીપી હેડક્વાર્ટર એમ. આઇ. પઠાણે જણાવ્યું હતું. (ફોટો-અશોક બગથરીયા)
(3:32 PM IST)










