તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
મેધમાયાનગરમાં મકાનમાંથી રૂા.પ૮ હજારનો દારૂ કબજે
માલવીયાનગરના હેડ કોન્સ. દિનેશભાઈ બગડા, કોન્સ. જયદીપસિંહ ભટ્ટી અને મયુરદાનભાઈ બાટીનીબાતમીઃ વિજય રાઠોડની શોધ ખોળ

રાજકોટ, તા.૧૪: નાનામવા રોડ પર મેધમાયાનગરમાં આવેલા મકાનમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.પ૮,ર૭રની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મેધમાયાનગરમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ.દિનેશભાઈબગડા, કોન્સ. જયદીપસિંહ ભટ્ટી અને મયુરદાનભાઈ બાટીને બાતમી મળતા સ્ટાફ સાથે મેધમાયાનગર શેરીનં. ૪માં આવેલા મકાનમાં દરોડો પાડી તલાશી લેતા તેમાંથી રૂા.૩૪,ર૭રની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલ તથા રૂા.ર૪ હજારના ૧૯ર ચપલા મળી રૂા.પ૮,ર૭રની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મકાન માલીક વિજય લાલજીભાઈ રાઠોડની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઈ.જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એસ.ગજેરા, એ.એસ.આઈ. હિરેનભાઈ પરમાર, હેડ કોન્સ. અજયભાઈ વિક્રમા, દિનેશભાઈ બગડા, જયદેવસિંહ પરમાર, હિતેષભાઈ અગ્રવત, કોન્સ. ભાવેશભાઈ ગઢવી, મનીષભાઈ સોઢીયા, મયુરદાનભાઈ બાટી, જયદીપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
રેલ્વે સ્ટેશન પાસેથી દારૂ સાથે બે પકડાયા
રેલ્વે સ્ટેશન નજીક બે શખ્સો વિદેશી દારૂ સાથે ઉભા હોવાની બાતમી મળતા પ્રધ્યુમનનગર પોલીસ મથકના પી.એસ.આઈ. આઈ.એ. બેલીમ તથા ઈમરાનભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧૪૪૦૦ની કિંમતની વિદેશીની ર૪ બોટલ સાથે ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૪૦) (રહે. સાંઈબાબા સોસાયટી રેલનગર) અને લોકેશ ઉર્ફે લક્કી ભાણજીભાઈ બરંડા (રહે. કાકરા ડુંગરા આવાસના કવાર્ટર, ઉદયપુર રાજસ્થાન)ને પકડી લઈ કાર્યવાહી કરી હતી.
(3:34 PM IST)










