News of Saturday, 14th December 2024
એવરેસ્ટ સર કરનાર ‘અનુજા' અને ‘અદિતિ' આજે રાજકોટમાં: સાંજે ટ્રેડટોકમાં રોચક અનુભવો વર્ણવશે

રાજકોટ તા.૧૪: એવરેસ્ટ સર કરનાર બે સગી બહેનો અનુજા અને અદિતિ આજે રાજકોટના મહેમાન બન્યા છે. સાંજે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં તેમનો ટ્રેક ટોક કાર્યક્રમ હુએમ આઇ દ્વારા ગોઠવવામાં આવ્યો છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા અનુજા અને અદિતિએ જણાવ્યું હતુ કે બચપણથી જ અમને માઉન્ટેનીયર પ્રત્યે લગાવ હતો. પપ્પા આનંદ વૈદ્ય અને મમ્મી અનિતા વૈદ્ય પણ માઉન્ટેનીયર હતાં. એટલે ઘરનો માહોલ જ સાહસીકવૃતિનો બનેલો હતો. એવરેસ્ટ સર કર્યાની ખુશી તો અમને છે જ પરંતુ દુનીયાના સૌથી ઉંચા ૭ શિખરો પણ અમે સર કરી બતાવ્યા છે.
માઉન્ટ એવરેસ્ટ (૮૮૪૮ મીટર), અકોંકાગુઆ(૬૯૬ર મીટર)આર્જન્ટીના, માઉન્ટ એલ્બ્રસ(પ૬૪ર મીટર)રસીયા મનીરંગ(૬પ૯૩) હિમાચલ પ્રદેશ, કાર્સ્ટેનઝ પિરામીડ(૪૮૮૪ મીટર) ઇન્ડોનેશીયા, કિલીમાન્ઝારો (પ૮૯પ મીટર) આફ્રિકા, માઉન્ટ વિન્સન મસિફ (૪૮૬ર મીટર)એન્ટાર્કટીકા, માઉન્ટ ડેનાલી -અલાસ્કા-નોર્થ અમેરીકા સર કરેલ છે.
ઉલ્લેખનીય છે કે બંને બહેનોએ માઉન્ટેનીઅરીંગના ઘણા કોર્ષ જેવા કે બેઝીક, સર્ચ અને રેસ્કયુ કોર્સ, પીએડીપી સર્ટીફીકેટ કોર્સ, સ્કયુબા ડાઇવિંગ માટે, સર્ટીફીકેટ કોર્ષ પેરાગ્લાઇડીંગ માટે પણ ઉંડો રસ ધરાવે છે.
અદિતી એ એમબીએ બીઆરસીએમ કોલેજ માંથી અને એમએસસી ઇન્ટરનેશનલ બિઝનેશ કિવન મેરી યુનીવર્સીટી લંડન માંથી કર્યુ છે. એચ આર અને કોર્પોરેટ બિઝનેશ સ્ટ્રેટેજી લંડન સ્કુલ ઓફ ઇકોનોમીકસ માંથી કર્યુ છે.
૧૪ ડીસેમ્બર દરમિયાન આજે રાત્રે ૯:૦૦ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ માં બંને પોતાની એવરેસ્ટ અને દુનીયાના ૭ શિખર ની જર્ની અને તેમાં પડેલી મુશ્કેલીઓ, તેમને બતાવેલી હિંમત અને મહેનત લાઇવ સ્ટેજ પરથી બાળકો અને વાલીઓને જણાવશે. જીવનમાં આવનાર ચેલેન્જનો કેવી રીતે સામનો કરવો અને ધીરજ અને મહેનત થી શું ના થઇ શકે એ બતાવશે. આ એક અનોખો રાજકોટમાં પહેલીવાર હુ એમ આઇ દ્વારા નવા જ વિષય પરનો પ્રોગ્રામ છે અને પ્રવેશ વિના મુલ્યે છે. માત્ર રજીસ્ટ્રેશન માટે પ્રશાંત માણેક ૯૮રપર ૧ર૩પર, વિજય રાયચુરા (૯૦૯૯ ૧ર૩૧૩) નો સંપર્ક કરી શકશો.
તસવીરમાં અકિલા ખાતે એવરેસ્ટ માઉન્ટેનીયરીંગની વાતો શેર કરતા અદિતી અને અનુજા નજરે પડે છે. બાજુની તસવીર એડવેન્ચરની લાક્ષણીક અદાની છે.
ર૦૧૯ માં યાદગાર અનુભવ
રાજકોટઃ અનુજા અને અદિતીએ પોતાના અનુભવો વર્ણવતી વખતે જણાવેલ કે ર૦૧૯ માં થયેલ અનુભવ યાદગાર બની રહ્યો છે. એવરેસ્ટ ઉપર ૭ હજારફૂટ વટાવો એટલે ઓકસીજનની જરૂરીયાત વધી જાય છે. એમ જે કહો કે અહીંથી ડેથઝોન શરૂ થાય છે. અમે ૮ હજાર ફૂટની ઉંચાઇએ પહોંચ્યા ત્યારે ઓકસીઝનની બોટલ પૂરી થવા આવી ગઇ હતી. આગળ કેટલા અંતરે ઓકસીઝનની બોટલ મળી શકશે તે અમારા માટે મુંજવણ બની રહેલ. પરંતુ હેમખેમ બધી વ્યવસ્થા થઇ ગઇ હતી. સદનસીબે અમે આગળ વધી શકયા અને માઉન્ટેનીયરીંગ સફળ કર્યુ. પરંતુ એ બનાવ અમારા માટે યાદગાર બની રહ્યો.
(3:35 PM IST)










