તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : શિયાળાના પ્રારંભે ભાવ વધારો થતા લીલોતરી શાકભાજી ખાવું મુશ્કેલ
બટેટા, ટમેટા,ચોળી, મરચાં સહિતના ભાવમાં વધારો નોંધાયો : છૂટક અને જથ્થાબંધ ના ભાવ પણ વધ્યા

રાજકોટ તા.૧૪ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે ફેરફાર જોવા મળે છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના 20 કિલો શાકભાજીના ભાવ વિશે જાણીશુ.
સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં નજીવા ફેરફાર જોવા મળે છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળે છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના નવા ભાવ વિશે માહિતી આપીશું.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના શાકભાજીના ભાવ જોઇએ તો,
આજે રાજકોટ યાર્ડ લીંબુ 200 થી 800, બટાકા 200 થી 600, સૂકી ડુંગળી 100 થી 620, ટામેટા 350 થી 600, કોથમરી 220 થી 410, કોબી 100 થી 200, જામફળ 100 થી 600, ગોળા 100 થી 600 રૂ ડી . 500 થી 700, મેથી 200 થી 400, આલૂ 900 થી 1000 અને લસણ લવિંગ 1900 થી 4050 છે.
(3:37 PM IST)










