<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

કાલે ઇમ્‍પેકટ ફી છેલ્લો દિ' : ચાર દિ' કામગીરી ઠપ્‍પઃ દેકારો

ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા મનપામાં ૧ હજારથી વધુ અરજીઃ કોમર્શીયલ અનેક રદ

રાજકોટ, તા., ૧૪ :  ગેરકાયદેસર બાંધકામો  કાયદેસર કરવા રાજય સરકારે ઓક્‍ટોબર ૨૦૨૨ના રોજ ઈમ્‍પેક્‍ટ ફી કાયદો અમલમાં મુકયો હતો. જેની મુદતમાં સતત ચાર વખત વધારો કરવામાં આવ્‍યો છે. ત્‍યારે હવે ઈમ્‍પેક્‍ટ ફીની મુદત આવતી કાલે તા.૧પ ડીસેમ્‍બરે પૂર્ણ થશે. ગેરકાયદેસર બાંધકામો રેગ્‍યુલરાઈઝ કરવા માટે અત્‍યાર સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન અંદાજે ૯૭૦ થી વધુ અરજીઓ આવી હોવાનું જાણવા મળેલ છે. છતાં આજ અને કાલ ઓનલાઈન અરજી કરનારાઓની સંખ્‍યાનો ઉમેરો થશે તેમજ ત્રણેય ઝોનની અરજી જનરેટ કરવાની બાકી હોય સાચો આંકડો સોમવારના રોજ ફાઈનલ થશે તેમ ટાઉન પ્‍લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

ઈમ્‍પેક્‍ટ ફી કાયદાનો  કાલે છેલ્લો દિવસ છે. છેલ્લે છેલ્લે ગેરકાયદેસર બાંધકામોની અરજી કરવા માટે ભારે ધરારો થયો હોવાનું જાણવા મળેલ છે. પરંતુ મુખ્‍યમંત્રીના કાર્યક્રમમાં વ્‍યસ્‍ત હોવાના કારણે વોર્ડ ઓફિસરો દ્વારા સહી કરવા સહિતની કામગીરી ન થતાં બે દિવસ લોકોને ધરમનો ધક્કો થયો હતો. જ્‍યારે શનિ અને રવિવારની પણ રજા હોય અરજદારો હવે નવી અરજી નહીં કરી શકે આથી અનેક ગેરકાયદેસર  બાંધકામો રેગ્‍યુલરાઈઝ કરવાની અરજી કરવા માટે અરજદારોએ તૈયાર કરેલ જેના ઉપર પાણી ફરી વળતા દેકારો બોલી ગયો છે.

શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો રોકવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે ત્‍યારે  સરકાર દ્વારા ૨૦૨૨થી ઈમ્‍પેક્‍ટ ફી નિયમની અમલવારી શરૂ કરી છે. જેમાં સૌપ્રથમ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાનો નિયમ  અમલમાં  મુકયો  હતો. પરંતુ કોમર્શીયલ બાંધકામોમાં ર્પાકિંગ મુદ્દે ઓનલાઈન અરજી કરતી વખતે અનેક સમસ્‍યાઓ  આવતા  અંતે   સરકારે  ઓફલાઈન અરજી સ્‍વીકારવાનું  ચાલુ  કર્યુ  હતું. ૨૦૨૨માં શરૂ થયેલ યોજનામાં અવાર નવાર મુદત વધારો કરવામાં આવ્‍યો છે. સતત ચોથી વખત મુદત ૧૬ જૂન ૨૦૨૪ના રોજ છ માસ માટે વધારવામાં આવેલ જે આવતી કાલે ૧૫ ડીસેમ્‍બરના રોજ પૂર્ણ થતી હોય સંભવત ફરી વખત મુદતમાં વધારો થાય તેમ લાગી રહ્યું છે. ઓનનલાઈન અને ઓફલાઈન સહિતની કોમર્શીયલ તેમજ રહેણાકના બાંધકામોની અંદાજે ૧૦૦૦થી વધુ અરજીઓ આવ્‍યાનું જાણવા મળેલ છે.

(4:17 PM IST)