<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

આવતીકાલે બાલભવનમાં ગૃહ ઉપયોગી વસ્‍તુઓનું પ્રદર્શન અને વેચાણ

પ્રદર્શનમાં વિનામૂલ્‍યે પ્રવેશઃ દર કલાકે લક્કી ડ્રોનો લાભ

રાજકોટ, તા.૧૪: આવતીકાલે રવિવારના બપોરે રઃ૦૦ વાગ્‍યાથી રાત્રીના ૧૦:૦૦ વાગ્‍યા સુધી બાલભવન, ગેઈટ નં.પ, રેસ કોર્સ ખાતે એક પ૦ જેટલા સ્‍ટોલ સાથેનું ગૃહ ઉપયોગી વસ્‍તુઓનું એકઝીબીશનનું આયોજન કરેલ છે.

આ એકઝીબીશનમાં એન્‍ટ્રી ફ્રી છે, ફેશન-ડ્રેશ મટીરીયલ, હાઉસ હોલ્‍ડ ચીજો, પર્સનલ હાઈજીન, બ્‍યુટી પાર્લર, તેમજ વિવિધ અનેક ગૃહ ઉપયોગી વસ્‍તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ સાથે ચા નાસ્‍તાના સ્‍ટોલ છે. પ્રદર્શન દરમ્‍યાન દરેક કલાકે લક્કી ડ્રોનું પણ આયોજન રાખેલ છે, તેમ યાદીમાં જણાવાયું છે.

(4:17 PM IST)