<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજકોટ બાર એસો.ની ચુંટણીનો જંગ જામ્‍યોઃ પ્રમુખપદ માટે છ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા

મુખ્‍ય ત્રણ પેનલો કાર્યદક્ષ-સમરસ અને એકટીવ પેનલના હોદેદારો દ્વારા પ્રચાર કાર્યનો પ્રારંભઃ બકુલ રાજાણી, દિલીપ જોષી અને પરેશ મારૂ વચ્‍ચે સીધો ત્રિકોણીયો ચુંટણી જંગઃ ઉપપ્રમુખ પદ માટે પણ ત્રિપાંખીયો જંગઃ સેક્રેટરી અને મહિલા અનામતની જગ્‍યા ઉપર ચાર-ચાર ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધાઃ કારોબારીની ૯ જગ્‍યા માટે ર૬ ઉેમેદવારો મેદાનમાં: ર૦ મીએ મતદાન અને મોડી સાંજે પરીણામ

રાજકોટ તા.૧૪: રાજકોટ બાર એસો.ની આગામી તા.૨૦ ડીસેમ્‍બર સને ૨૦૨૪-૨૫ના વર્ષની ચુંટણી યોજાયેલ છે. જેમાં મુખ્‍ય ત્રણ પેનલોના ઉમેદવારો ઉપરોકત અન્‍ય ઉમેદવારો મળીને કુલ ૫૧ ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ મંડાયો છે.

આ વર્ષની ચુંટણીમાં પ્રમુખપદ માટે કુલ છ ઉમેદવારો ચુંટણી લડી રહયા છે. જેમાં ભાજપ સમર્પિત મનતી કાર્યદક્ષ પેનલમાંથી દિલીપભાઇ જોષી, વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી, એકટીવ પેનલ અને પરેશ મારૂ સમરસ પેનલના નામે ટીમ ઉભી કરીને ચુંટણી લડી રહયા છે. આમ આ ત્રણેય પેનલો વચ્‍ચે જબરજસ્‍ત ચુંટણી જંગ જામ્‍યો છે. આ ત્રણ પેનલ ઉપરાંત અતુલ એમ. જોષી, કોૈશિક કે. પંડયા અને હરીસિંહ મનુભા વાઘેલા પક્ષ પ્રમુખપદે ચુંટણી લડી રહયા છે.

ઉપપ્રમુખ પદે ત્રિકોણીયો જંગ મંડાયેલ છે. જેમાં મયંક આર. પંડયા, નિરવ કે. પંડયા અને સુમિત ડી. વોરા વચ્‍ચે સ્‍પર્ધા જામી છે. સેક્રેટરીની જગ્‍યા ઉપર ચાર ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વિનેશ છાયા, કેતન દવે, સંદિપ વેકરીયા અને પરેશ વ્‍યાસનો સમાવેશ થાય છે.

જોઇન્‍ટ સેક્રેટરીની જગ્‍યા માટે ગીરીરાજસિંહ જાડેજા અને જીતેન્‍દ્ર એચ. પારેખ વચ્‍ચે સીધી સ્‍પર્ધા જામી છે.

ટ્રેઝરરની જગ્‍યા માટે રાજેશ ચાવડા, પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્‍ચે જંગ જામ્‍યો છે. લાયબ્રેરી સેક્રેટરીની જગય માટે રવિ ધ્રુવ અને કેતન મંડ ચુંટણી લડી રહયા છે.

કારોબારી મહિલા અનામતની જગ્‍યા ઉપર ચાર મહિલા ઉમેદવારો ચુંટણી લડી રહયા છે. જેમાં અરૂણા ઉર્ફે અલ્‍કાબેન પંડયા, હર્ષાબેન એન. પંડયા, રૂપલબેન થડેશ્વર અને રશાબેન ગીરીશભાઇ ઉપાધ્‍યાય વચ્‍ચે રસાકસી જામી છે.

કારોબારીની કુલ ૯ જગ્‍યાઓ માટે કુલ ૨૫ ઉમેદવારો ચુંટણી લડી રહયા છે. જેમાં કારોબારી સભ્‍ય (૧) આદ્રોજા (પટેલ) રમેશચંદ્ર ધનજીભાઇ, (ર) આંબલીયા ભાવીક ઠાકરશીભાઇ (૩) ડાકા અનીલભાઇ બાબુભાઇ, (૪) ડાંગર સંજય મુળુભાઇ, (પ) દવે તુષાર હેમશંકરભાઇ (૬) ડોબરીયા હિરેનકુમાર પરસોતમભાઇ (૭) દોશી ધારેશ રમેશચંદ્ર (૮) હેરંજા હુસેન મહમદભાઇ (૯) જરીયા ધર્મેન્‍દ્ર મણીલાલ (૧૦) કવાડ સંજયકુમાર નાગજીભાઇ (૧૧) માકડીયા પ્રગતિ વસંતભાઇ (૧ર) પાદરીયા પરેશ લાધાભાઇ (૧૩) પરસાણા અનિલ રવજીભાઇ (૧૪) પાટડીયા દિપેશ નવનીતભાઇ, (૧પ) પુંધેરા મહેશકુમાર નાથાલાલ (૧૬) રાજાણી કિશન શરદભાઇ (૧૭) રામાણી અશ્વિન ગોરધનભાઇ (૧૮) શુકલ નીકુંજ મહેશભાઇ (૧૯) શુકલ નિલ યોગેશભાઇ (ર૦) સોનપાલ મુનીશ કિરણભાઇ (૨૧) સોનપરા હરસુખલાલ કાનજીભાઇ (રર) વાઘેલા ભાવનાબેન મગનલાલ (૨૩) વાઘેલા રવિ મનસુખભાઇ (૨૪) વાલ્‍વા કિશન બાબુભાઇ (રપ) વ્‍યાસ ચિત્રાંગ શૈલેષભાઇ તથા (૨૬) ઝાલા વિરેન્‍દ્રસિંહ બી.નો સમાવેશ થાય છે.

બાર એસો.ની ચુંટણીમાં ૨૦ ડીસેમ્‍બરે સવારે ૯થી૩ દરમ્‍યાન મતદાન થશે. અને બપોરે ૪ વાગે મતગણતરી શરૂ થશે. અને મોડી સાંજે પરિણામ જાહેર થશે.

આ ચુંટણી પ્રક્રિયા ચુંટણી અધિકારી કેતનભાઇ ડી. શાહ, જયેશભાઇ અતીત અને જતિનભાઇ ઠક્કરે ઘડેલા નિયમોનુંસાર યોજાઇ રહી છે.

(4:14 PM IST)