<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ઘરફોડ અને બે બાઇક ચોરી કરનારા અમીત ઉર્ફે મીત તથા બે સગીર પકડાયા

ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ અને રોહીતદાનભાઇ ગઢવીની બાતનીઃ ત્રણેયને ઘંટેશ્વર ૨૫ વારીયામાંથી દબોચ્‍યા

રાજકોટ તા.૧૪: રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે આવેલી દુકાનમાં થયેલી ચોરી અને બે બાઇક ચોરીનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી બે સગીર સહિત ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલી એક દુકાનમાં થયેલી રૂા.૩૨ હજારની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્‍નરશ્રી બ્રિઝેશ ઝાની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.કે.જે.કરપડા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એસ.બી.જાડેજા સહિતના સ્‍ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં એક સીલ્‍વર કલરનાબાઇક પર ત્રણ શખ્‍સો દેખાયા હતા. દરમ્‍યાન જામનગર રોડ ઘંટેશ્વર પાસે ત્રણ શખ્‍સો ચોરાઉ બાાઇક સાથે ઉભા હોવાની હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ અને રોહિતદાનભાઇ ગઢવીને બાતમી મળતા જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર પાસેથી અમીત ઉર્ફે મીત વિપુલભાઇ સોંલકી (ઉ.વ૧૯)રહે મૂળ અમરેલી હાલ ભક્‍તિનગર હુડકો કવાર્ટર પાસે વેલનાથ ૨ તથા તેની સાથે બે સગીર સહિત ત્રણેયને પકડી લઇ પૂછપરછ કરતા ત્રણેય હનુમાન મઢી પાસે આવેલી એક દુકાનમાંથી રૂા.૩૨૦૦૦ ની ચોરી અને બે બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસ રૂા.૨૭૫૦૦ રોકડા અને બે ચોરાઉ બાઇક સહિત રૂા.૬૭૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસની પૂછપરછમાં અમીત ઉર્ફે મીત તેના બે સાગરીત સાથે ઘરફોડ ચોરી કરવા માટે ચોરાઉ બાઇકનો ઉપયોગ કરતા હતા. એક સગીર એક મહિના પહેલા થોરાળા પોલીસ મથકની ઘરફોડ ચોરીના ગુનામાં છુટયો હતો. આ કામગીરી પી.આઇ.કે.જે.કરપડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એસ.બી.જાડેજા  હેડ કોનસ મશરીભાઇ ભેટારીયા ભગીરથસિંહ જાડેજા, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ અમીનભાઇ ભલુર , રોહિતદાનભાઇ ગઢવી , મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

(4:15 PM IST)