<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજકોટમાં ૩૦ હજાર કેસોની મેગા-લોક-અદાલત યોજાઇઃ અકસ્‍માત કેસોમાં કરોડોનું વળતર મંજુર

અકસ્‍માત કેસો ઉપરાંત ફોજદારી-ચેક રિટર્ન, બેંક લેણાના કેસો, લગ્ન વિષયક અને લેણી રકમના કેસો મુકાયાઃ જીઇબી, મ્‍યુનિ. કોર્પોરેશનના કેસોમાં લાખોની રકમની રીકવરી કરાઇ : ઇ-મેમાના કેસોમાં પણ મોટી રકમની વસુલાત, દિવાની જમીન સંબંધી-રેવન્‍યુ કેસોના દાવાનો પણ નિકાલઃ લોક-અદાલતથી બંને પક્ષકારો વિવાદ મુકત બને છેઃ સેસન્‍સ જજ વી.બી.ગોહીલ

રાજકોટ, તા. ૧૪: આજે રાજકોટ નજીકના ઘંટેશ્‍વર ખાતે નવા કોર્ટ સંકુલમાં રાષ્‍ટ્રીય કક્ષાની મેગા લોક-અદાલત યોજાઇ હતી. સવારના ૧૦-૩૦ કલાકે ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજશ્રી વી.બી. ગોહિલના અધ્‍યક્ષ સ્‍થાને ઉદ્‌ઘાટન કરીને લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.

આજે યોજાયેલ લોક-અદાલતમાં કુલ ૩૦ હજાર કેસો મુકવામાં આવ્‍યા હતા જેમાથી પ્રથમ બે ક્‍લાક રપ ટકા જેટલા કેસો ફેંસલ થયાનું તેમજ અકસ્‍માતી વળતરના કેસમાં કરોડોની રકમના કલેઇમ મંજુર થયાનું જાણવા મળે છે.

આ ઉપરાંત જી.ઇ.બી., આર.એમ.સી. અને ઇ-મેમાના કેસોમાં લાખોની રકમની રીકવરી કરવામાંઆવી હતી.

આજથી આ લોક-અદાલતમાં મોટી સંખ્‍યામાં પક્ષકારો ઉપસ્‍થિત રહયા હતા.  ભરણ-પોષણ, લગ્ન વિષયક કેસોમાં પણ પતિ-પત્‍નિ વચ્‍ચેના વિવાદો દુર કરી સમજાવટ થી તેઓના કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.

ગુજરાત રાજ્‍ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ઘ્‍વારા આજે તા. ૧૪-૧૨-૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ની રાષ્‍ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં  આવેલ હતાં.

લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્‍ક લેણા ના કેસો (૪) મોટર અકસ્‍માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્‍યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૧) અન્‍ય સમાધાન લાયક કેસો મુકવામાં આવ્‍યા હતા.

વધુમા, સીસીટીવી કંટ્રોલરૂમ, રાજકોટ દવારા ટ્રાફીક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને મોટર વ્‍હીકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માઘ્‍યમથી લોક અદાલતમા ભરી લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરવામાં આવી હતી. ઇ-મેમા ચલણની પણ જંગી રકમની આવક થયાનું જાણવા મળે છે.

જીલ્લા  કાનુની સેવા સતામંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્‍ય જીલ્લા ન્‍યાયધીશ શ્રી.વી. બી. ગોહીલ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને  લાભ કર્તા છે. બંને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહી તેમજ કોઇનો વિજય નહી  તેવી પરીસ્‍થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વેમનસ્‍યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્‍યના ઁવિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે.

 આજની આ લોકઅદાલતમાં તમામ જયુડીશનરી  સ્‍ટાફ, બાર, એસો.ના હોદેદારો સ્‍વજનો જુદી જુદી તમામ કંપનીના અધિકારીઓ તેમજ જી.ઇ.બી આર.એસ.સી. તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મળતી માહિતીમુજબ લોક અદાલતમાં આ લખાય છે ત્‍યાં સુધીમાં બપોર સુેધીમાં ૩૫ % થી વધુ કેસોનો નિકાલ થયાનું તેમજ અકસ્‍માત કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મજુંર કરાયાનું જાણવા મળે છે.

(3:48 PM IST)