News of Monday, 16th December 2024
રાજકોટ યાર્ડ મગફળી-કપાસની આવકોથી છલોછલ

રાજકોટ : રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરતા વધુ એકવાર ૧ લાખ મગફળીની ગુણીની આવકો થઇ હતી. જયારે કપાસની ૮પ૦૦ ભારીની આવકો થઇ હતી, મગફળી અને કપાસ ભરેલા વાહનોની યાર્ડથી ૯ કિલો મીટર લાંબી કતારો લાગી હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડીરેકટરો તથા સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:57 PM IST)










