<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ભક્‍તિનગર સર્કલ પાસે સીટી બસની ઠોકરે સાઇકલ ચડી ગઇ : વૃધ્‍ધના એક પગનો છૂંદો નીકળી ગયો

અકસ્‍માતને પગલે લોકોના ટોળાઃ ૮૦ વર્ષના દિલીપભાઇ નાંઢા સારવાર હેઠળ

રાજકોટઃ શહેરમાં વધુ એક વખત સીટી બસને કારણે અકસ્‍માત સર્જાયો છે. ભક્‍તિનગર સર્કલ નજીક બપોરે સીટી બસ નં. જીજે૦૩બીવાય-૩૭૫૦ના ચાલકે એક સાઇકલને ઠોકરે ચડાવી દેતાં સાઇકલસવાર વૃધ્‍ધ દિલીપભાઇ મગનભાઇ નાંઢા (ઉ.વ.૮૦)ને બંને પગમાં ઇજા પહોંચી હતી. જેમાં એક પગમાંથી છૂંદો નીકળી ગયો હતો. અકસ્‍માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી પહોંચી હતી. વૃધ્‍ધને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં વૃધ્‍ધની ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી. ઇજા પામનારાવ ૃધ્‍ધ હરિ ધવા માર્ગ પર શ્રધ્‍ધા પાર્કમાં રહે છે. તસ્‍વીરમાં અકસ્‍માત સ્‍થળે સીટી બસ, ઠોકરે ચડેલા વૃધ્‍ધ, ઘટના સ્‍થળે બસ ચાલક, લોકોનુ ટોળુ અને ૧૦૮નો સ્‍ટાફ તથા ઉપરની તસ્‍વીરમાં વૃધ્‍ધને પગમાં ગંભીર ઇજા થઇ હતી તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:12 PM IST)