તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર પરેશ મારૂના કાર્યાલયનું પૂર્વ સાંસદ માવાણી અને બાંભણીયાના હસ્તે દબદબાભેર ઉદ્ઘાટન
મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યાઃ પેનલના ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યનો ધમધમાટ

રાજકોટ તા. ૧૬ :.. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ શહેર બાર એસોસીયેસનની ચુંટણી ૨૦૨૫ માટે તા. ૨૦/૧૨/૨૦૨૪ મતદાન યોજવાનુ હોય. રાજકોટમાં ત્રણ પેનલનો ચુંટણી જંગ જામેલો હોય ત્યારે પરેશ મારૂની સમરસ પેનલનુ કાર્યાલય ઉદ્દઘાટન રવિવારે દબદબાભેર પ્રથમવાર વિકલ એવા પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી તથા વકીલ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાના હસ્તે મોટી સંખ્યામાં વકિલની હાજરીમાં કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવેલ હતુ.
આશરે ૩૦૦ થી વધુ સંખ્યામાં કડકડતી ઠંડી વચ્ચે વકિલો ઉપસ્થિત રહેલ. બાર કાઉન્સીલના મેમ્બર દીલીપભાઈ પટેલ, એ.જી.પી. દીલીપભાઈ મહેતા, પરાગ શાહ, બીનલબેન રવેસીયા, અનિલ ગોગીયા, રેવન્યુ બાર એસો.ના પ્રમુખ રમેશભાઈ કથીરીયા, ઉપપ્રમુખ વીજય તોગડીયા, સેક્રેટરી નિલેશ પટેલ, રમેશ ઘોડાસરા, રાજુભાઈ પરસાણા, કાંતીભાઈ ગોણીયા, ચંદ્રેશ પટેલ, મૌલીક ફળદુ, પ્રદેશ કારોબારી લીગલ સેલના કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, લીગલ સેલના વિરેન્દ્ર વ્યાસ, ધર્મેશ સખીયા, વિમલ ડાંગર, હિતેશ ડાંગર, જગદીશ કુવાડીયા, તન્વીર લાવડિયા, આર.ડી.દવે, દર્શીત વ્યાસ સહિતના ઉપસ્થિત રહેલ મહિલા એસો. એડવોકેટ મહેશ્વરીબેન ચૌહાણ, ઉર્વશી કાકડીયા, ધારા મુળશા, ભાવનાબેન ડાભી, મીનાક્ષીબેન દવે, હિરલબેન જોષી, નયનાબેન ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહયા હતા. આ તકબબે ક્રિમીનલ બાર એસો. ના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, મેઘરાજસિંહ ચુડાસમાં, તુપાર બસલાણી, હેમાંગ જાની, રાજકુમાર હેરમા વિગેરે ઉપસ્થિત રહેલા હતા. તેમજ નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, હસમુખભાઈ જોષી, ભરતભાઈ આહયા, રમેશ ભંડેરી, યોગેશ ઉદાણી, મનીષ ખખ્ખર સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યાલય ઉદઘાટનના ઉદ્દઘાટન રામજીભાઈ માવાણી વકિલની આપ સ્પષ્ટતા કરતા જણાવેલ. વકિલ દેશના ઈતિહાસમાં ખુબ જ સ્થાન ધરાવે છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વિકલો દેશનો ઈતિહાસ ફેરવેલ હતો અને દેશમાં વિકલો અગત્યનુ સ્થાન ધરાવતા હોય. સરપંચથી સંસદ સુધી વકિલોનુ આધિપત્ય રહયુ છે. બીજા ઉદ્દઘાટન ભીખાભાઈ બાંભણીયા પૂર્વ ધારાસભ્યે જણાવેલ હતુ કે, વકિલો ગરીબ અને નાના લોકો માટે લડત આપે છે. તેમના પ્રશ્નોને વાંચા આપે છે. આ દેશનો ઈતિહાસ જોઈએ તો વકિલો કાયમી ધોરણે દેશની ચૂંટણીમાં સૌપ્રથમ કામગીરી કરેલી છે અને વકિલોને સમરસ પેનલને જંગી મતથી જીતાડવા આહવાન કરેલ હતુ. પરેશ મારૂ પ્રમુખના ઉદ્દઘાટન પ્રસંગે સીનીયર ધારાશાષાી જયદેવભાઈ શુકલ, બીમલભાઈ જાની, વિશાલભાઈ ગોસાઈ, કૌશલ વ્યાસ, વીજય દવે, હરેશ ૫૨સોંડા, જયંત ગાંગાણી, આ૨.યુ. પટેલ, અનિલ કાંકડીયા, રમેશ કાપડીયા, વીપુલ પટેલ, વીજય રૈયાણી, વિક્રમ ગોંડલીયા, જયદેવ સેખરા, જે.એન. પાનોલા, તુપાર સોઢાકર, ૨ાકેશ દોશી, વીજય રાઠોડ સહિતના મોટી સંખ્યામાં વકિલો હાજર રહયા હતા અને બાર એસો. ચુંટણીના ઉમેદવાર ઉપપ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝર પંકજ દોગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાઘ્યાય, કારોબારી સભ્યો સંજય ડાંગર, તુપાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મનીષ સોનપાલ, રવી વાઘેલા અને કિશન વાલ્વાને મોટી સંખ્યામાં હાજર વકિલોએ સમર્થન આપેલ હતુ.
(3:13 PM IST)










