<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રોગચાળો યથાવત : મનપાની કામગીરી ઠુઠવાઇ

શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્‍ટીના ૧૮૯૬ કેસ સામે માત્ર પ૮૩ ઘરોમાં ફોગીંગ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ર૩૮ લોકો જ મળ્‍યા!

તંત્ર ઉંધે માથેઃ મહાનગર પાલિકાના આરોગ્‍ય તંત્ર દ્વારા ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. મચ્‍છરની ઘનતા વધુ હોય તેવા વિસ્‍તારોમાં વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્‍ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્‍લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્‍તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્‍તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. તે વખતની તસ્‍વીરમાં નજરે પડે છે.(૯.ર૬)

રાજકોટ તા.૧૬: શહેરમાં  દીવસે ને દીવસે મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૮૯૬ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૯થી૧૫ ડિસેમ્‍બર  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૭ કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૫, મેલેરીયાના ૧, તથા ચિકનગુનીયાના-ર  કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૪૧, ડેન્‍ગ્‍યુના ૩૮૯ તથા ચિકનગુનિયાના ૪૦ કેસ નોંધાયા છે.  ડેન્‍ગ્‍યુ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

શરદી-તાવના ૧૮૯૬થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૦૨ તેમજ સામાન્‍ય તાવના ૭૫૦ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૪૪ કુલ ૧૮૯૬ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

 જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૯૮૨૫ તેમજ સામાન્‍ય તાવના ૨૩૪૦૩  અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૨૨૮૭ તથા ટાઇફોડનાં ૯૬ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે.   ં

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૩૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૯૧૭૫  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૮૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૩૬૨ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૩૮ લોકોને નોટીસ પાઠવી હતી.(૯.રપ)

ખાસ કરીને ડેન્‍ગ્‍યુ-મેલેરિયા અટકાયતી માટે આટલું કરીએ

પાણીની સિમેન્‍ટની ટાંકી, સિન્‍ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્‍ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્‍ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. બિનજરૂરી ડબ્‍બાડુબ્‍લી, ટાયર, ભંગારનો યોગ્‍ય સ્‍થળે નિકાલ કરીએ. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ. ડેન્‍ગ્‍યુના મચ્‍છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

(3:17 PM IST)