<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજકોટ જેલની દિવાલો પર લોકજાગૃતિના સંદેશા આપતા ૬૫ ચિત્રો બનાવાયાઃ ચિત્રનગરીના ૭૦ કલાકારોની મહેનત

જેલ વડા ડો. કે.એલ.એન. રાવની રાહબરીમાં ઇન્‍ચાર્જ નાયબ અધિક્ષક બી. બી. પરમાર, જેલર કે. એ. વાઢેર અને ટીમનું આયોજનઃ ચિત્રનગરીના જીતુભાઇ કોટેચા, મોૈલિકભાઇની ટીમની જહેમત

રાજકોટઃ મધ્‍યસ્‍થ જેલની જાહેર રસ્‍તા તરફથી દિવાલો પર ચિત્રનગરી દ્વારા અવનવા ભીંત ચિત્રો બનાવવામાં આવ્‍યા છે. આ ચિત્રો દ્વારા લોકોમાં ડિજીટલ ફ્રોડ, મહિલા અત્‍યાચાર સહિતના મુદ્દાઓને લઇને જાગૃકતા આવે તેવો પ્રયાસ જેલ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા કરવામાં આવ્‍યો છે. તે અંતર્ગત  ચિત્રનગરીના ૭૦ જેટલા કલાકારો દ્વારા ૬૫ જેટલા ચિત્રો ભીંત ઉપર બનાવવામાં આવ્‍યા છે. આ ચિત્રો મુખ્‍યત્‍વે લોકોને ગુનાખોરી તરફ ન વાળવા માટેના સંદેશા આપે છે. રાજકોટ મધ્‍યસ્‍થ જેલના નાયબ પોલિસ અધિક્ષક બી. બી. પરમારે જણાવ્‍યું હતુ કે ચિત્રનગરી માત્ર રાજકોટ જ નહીં, પરંતુ ગુજરાતના અલગ અલગ જગ્‍યાએ અવનવા ચિત્રો દોરે છે અને ચિત્રનગરીની ટીમ અદભુત ચિત્રો બનાવવા માટે જ પ્રખ્‍યાત છે. આજે રાજકોટના જ કલાકારોએ પોતાના આંગણે એટલે કે મધ્‍યસ્‍થ જેલની દિવાલો આસપાસ અવનવા ચિત્રોનું નિર્માણ કર્યું છે. તેઓ આ ચિત્રો થકી લોકોને સામાજિક સંદેશો આપવા માંગે છે અને આ -કારના ચિત્રો જ નિર્માણ કરવામાં આવ્‍યા છે. આ ખૂબ જ અદભુત છે અને તેનાથી લોકોને સારો સંદેશો પહોંચશે. મધ્‍યસ્‍થ જેલની બહારના રસ્‍તા તરફથી દિવાલો પર દોરાયેલા ચિત્રો થકી લોકોમાં ડિજિટલ ફ્રોડ, મહિલા અત્‍યાચાર સહિતના પ્રશ્નોને લઇને જાગૃતિ આવશે. ઇન્‍ચાર્જ નાયબ અધિક્ષક બી. બી. પરમાર, કેન્‍ટીન વિભાગના જેલર કે. એ. વાઢેર અને તેમની ટીમ તથા ચિત્રનગરીના જીતુભાઇ કોટેચા, મોૈલિકભાઇ સહિતે આ કામગીરી કરી હતી. આર્ટીસ્‍ટ્‍સનું પણ મોમેન્‍ટો, આભારપત્રથી સન્‍માન કરાયું હતું.

(3:36 PM IST)