તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ગંદકી કરનાર નાગરિકોને રૂ. રર હજારનો દંડ વધુ પ.૮પ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-ર૦ર૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૧૩ થી ૧પ ડિસેમ્બર એમ કુલ ૩ દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૯ર લોકો પાસેથી પ.૮પપ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસિટક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ. રરરપ૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
(3:28 PM IST)










