તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
તા.૬ થી ૧ર જાન્યુઆરી દરમિયાન ૧૩મી ઓપન ગુજરાત ફુટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન : ર૪ ટીમો વચ્ચે ટક્કર
રાજકોટ સીટી પોલીસ અને અહેસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રમત ગમતના ઉત્થાન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે રાજકોટ સીટી પોલીસ અને જયોતી સીએનસી ચેલેન્જ કપ રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે : ફુટબોલ પ્રેમીઓમાં થનગનાટ

આગામી ૬ થી ૧ર જાન્યુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્ષ ખાતેના ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર યોજાનાર ૧૩ મી ઓપન ગુજરાત ફુટબોલ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટના આયોજન અંગે આયોજકોએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવી હતી ત્યારની તસ્વીરમાં સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે.(ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૬: ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ ચલીત થઈ રહી છે. ફીફા (FIFA, AIFF (ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફ્રુટબોલ એસોસીએશનના સંયુક્ત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને યુવાનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય ખુબ આશાષ્પદ અને ઉજ્જવળ જણાય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અને પોલીસ વિભાગમાં ફૂટબોક સહીતની રમતોના ઉત્થાન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની નામાંકિત કંપની જયોતિ સી.એન.સી ના સહયોગથી ૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનું તા. ૦૬ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડના સી.એસ.આર. હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઈફ પ્રેસિડન્ટ શ્રી કૌશિકભાઈ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ૧૩ વર્ષથી આયોજીત થતી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ ૨૦૨પ ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફુટબોલ એસોસિએશન અને રાજકોટ ફૂટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. તા. ૦૬ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન યોજાનાર આ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૪ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે નિઃશુલ્ક રહેવાની સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. તેમજ રેષકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ નિહાળવા આવતા દર્શકો માટે લાઈટિંગ અને બેઠકની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ફુટબોલ એસોસિએશનના માન્યતા ઙ્કાપ્ત રેફરી નિર્ણાયકની ફરજ નિભાવશે તથા અનુભવી અને પૂર્વ રમતવીરો દ્વારા મેચનું સુચારુ સંચાલન કરવામાં આવશે.
આ ૧૩મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં જીતનાર ચેમ્પિયન ટીમને રુ.૧,૦૧,૦૦૦, રનર્સ- અપ ટીમને રુ.૫૧,૦૦૦ તથા ત્રીજા અને ચોથા સ્થાને આવનાર ટીમને રુ.૭૦૦૦-૭૦૦૦, તેમજ દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને રોકડ પુરસ્કાર, તેમજ અલગ અલગ કેટેગરીમાં મેન ઓફ ધી મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડીફેન્ડર, બેસ્ટ મિડ ફિલ્ડર, બેસ્ટ ફોરવર્ડ અને હાઇએસ્ટ સ્કોર કરનારને રુ.૩૦૦૦ ના રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.
ગત તમામ વર્ષોની માફક આ વર્ષે પણ જ્યોતિ સી. એન સી ઓટોમેશન લી. મેચના મુખ્ય સ્પોન્સર તરીકે, જયારે સહ સ્પોન્સર તરીકે ઓમનીટેક એન્જીનિયરીંગ પ્રા. લી. જોડાયા છે. તેમજ અન્ય દાતાઓમાં રોલેક્સ રીંગ્સ, પેલિકન ઇન્ડસ્ટ્રીઝ, બાન લેબ્સ, વગેરે કંપનીઓનો ઉદારભાવે આર્થીક સહયોગ સાંપડયો છે. આ સમગ્ર ફુટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી શ્રી પાર્થરાજસિંહ ગોહેલ, જ્યોતિ સી.એસ.સી ના શ્રી વિક્રમસિંહ રાણા, શ્રી કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફુટબોલ એસોસિએશનના શ્રી બી કે જાડેજા, શ્રી રોહિતભાઈ બુંદેલા, એહસાસ ટ્રસ્ટના શ્રી નિヘલભાઈ સંઘવી અને શ્રી મિતેશભાઈ શાહ, શ્રી ડિસોઝા, શ્રી રાજુભાઈ અને શ્રી જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ, એહસાસ ટ્રસ્ટ અને જ્યોતિ સી. એન. સી. વતી શ્રી વનરાજસિંહ જાડેજાની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:29 PM IST)










