તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ચોરીમાં ગયેલી ૧૦ લાખની રોકડ પરત મળતાં ઘરધણીએ પોલીસની કામગીરી બિરદાવી
યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો

રાજકોટઃ શહેરના સાધુવાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતાં હર્ષભાઇ પ્રદ્યુમનભાઇ લીલા નામના વેપારીના ઘરમાંથી ૧૭/૧૦/૨૪ના રોજવ ૧૨,૬૩,૦૦૦ની રોકડની ચોરી થઇ હતી. ઘરની સાફ સફાઇ માટે આવતાં પ્રભુલાલ મીણા (રહે. મુળ રાજસ્થાન હાલ રાજકોટ લક્ષ્મીનગર) અને તેના સાગ્રીતો બંસીલાલ મીણા, કનુરામ મીણા, ગોપાલ મીણા સહિતે આ ચોરી કરી હતી. જેને અગાઉ તાલુકા પોલીસ, એલસીબી ઝોન-૨ની ટીમે પકડયા હતાં. આ ટોળકીએ ચોરી કરેલી રકમ યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે ‘તેરા તુઝકો અર્પણ' અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પરત અપાવી હતી. દસ લાખની રોકડપોતાને પરત મળતાં વેપારી હર્ષભાઇ લીલાએ પોલીસની કામગીરીને બીરદાવી હતી.
(3:41 PM IST)










