<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

સરધારમાં આનંદનગર કવાર્ટરમાં ધોળાદિવસે વેપારી ધર્મેશભાઇના ઘરમાં રૂા. ૧.પ૦ લાખના દાગીનાની ચોરી

વેપારી ધર્મેશભાઇ પાડોશીના ઘરે શ્રીમંત પ્રસંગમાં જમવા માટે ગયાને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયાઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. ૧૬: સરધારમાં આનંદનગરના કવાર્ટર વિસ્‍તારમાં વેપારીના મકાનને નિશાન બનાવી તસ્‍કરો રૂા. ૧.પ૦ લાખના સોના ચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સરધારમાં આનંદનગર કવાર્ટર વિસ્‍તારમાં રહેતા ધર્મેશભાઇ ગમારા (ઉ.વ.૩૩) એ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે સરધાર ગામમાં બસસ્‍ટેશન પાસે ‘આઇ' નામની મોબાઇલની દુકાન ચલાવે છે. ગઇકાલે બપોરે પોતે અણીયારા ગામમાં આવેલી હોટલ આઇમાં નામના રેસ્‍ટોરન્‍ટમાં હતા, ત્‍યારે પોતાના મોબાઇલ ફોનમાં માતાનો ફોન આવતા તેણે કહેલ કે ‘હું બપોરે એકાદ વાગ્‍યે આપણા પાડોશી સાગરભાઇ સરસીયાના પત્‍નીનું શ્રીમંત પ્રસંગ હોઇ જેનું જમણવાર ગામમાં ઢાંકેચા સમાજની વાડીમાં હોઇ તેથી હું બન્ને રૂમમાં તથા ડેલીએ તાળુમારી ત્‍યાં જમવા માટે ગયા હતા બાદ બપોરે બે વાગ્‍યે પરત આવતા મેં ડેલીનું તાળુ ખોલી ડેલી ખોલવા જતા ડેલી અંદરથી બંધ હતી. બાદ મેં જાણ કરતા તારા પિતા વાડીએથી આવી ગયા હતા અને બાજુમાં રહેતા અલ્લારખાભાઇને બોલાવી ડેલી અંદરથી બંધ છે તેમ કહેતા તેણે દિવાલ કુદી અંદરથી ડેલી ખોલી હતી બાદ અમે ઘરમાં જતા બન્ને રૂમના તાળા તુટેલા જોતા રૂમમાં જતા સામાન વેરવીખેર અને કબાટ ખુલ્લા જોતા તપાસ કરતા રૂા. ૧.પ૦ લાખના સોના-ચાંદીના દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની વાત કરતા પોતે તુરંતજ ઘરે આવ્‍યા બાદ પોતે આજીડેમ પોલીસમાં જાણ કરતા પી.એસ.આઇ. એ.આર. રાઠોડ સહિતના સ્‍ટાફે સ્‍થળપર પહોંચી ધર્મેશભાઇ ગમારાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:44 PM IST)