તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
વશરામભાઇ સાગઠીયાને હૃદયરોગનો હુમલોઃબે સ્ટેન્ડ મૂકાયાઃસંપૂર્ણ આરામની સલાહ
ગત અઠવાડીયે ભુજ ખાતે પુત્રીના ઘરે એટેક આવ્યો હતો

રાજકોટ તા.૧૭: મનપાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા ભુજ ખાતે હ્દય રોગનો હુમલો આવતા તુંરત સ્થાનીક ખાનગી હોસ્પીટલમાઁ સફળ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વશરામભાઇ સાગઠીયા ગત અઠવાડીયે કચ્છના ભુજ ખાતે ફરિયાદ કરતા પુત્રીએ તપાસ કરી ભુજની અકોર્ડ હોસ્પીટલ ખાતે ખસેડયા હતા. જયાં તેમની એન્જયોગ્રાફી કરતા બે વેઇન બ્લોક હોવાનું સામે આવ્યું હતું. પોતાના ડોકટર મિત્રોને સંપર્ક કરતા તેઓએ વશરામભાઇને ભુજમાં જ એન્જયોગ્રાફી કરાવી લેવાની સલાહ આપતા અકોર્ડ હોસ્પીટલના ડો.શર્મા દ્વારા સર્જરી કરી બે સ્ટેન્ડ બેસાડવામાં આવ્યા હતા.
હાલ વશરામભાઇની તબીયતમાં સુધારો છે અને તેઓને રાજકોટ ખાતે નિવાસસ્થાન લાવવામાં આવ્યા છે.તેઓને હાલ સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે.
(4:31 PM IST)










