તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
નવાગામ પાસેથી હીરાલાલ અને કે.કે.વી. હોલ બ્રીજ નીચેથી વનરાજ ત્રણ ચોરાઉ બાઈક સાથે પકડાયા
બી ડીવીઝન પોલીસે બે અને માલવીયાનગર પોલીસે એક બાઈક કબ્જે કર્યુ

રાજકોટ, તા.૧૭: નવાગામ પાસે જૂના કુવાડવા પોલીસ સ્ટેશનની પાછળ બી ડીવીઝન પોલીસે અને કે.કે.વી. હોલ ચોક બ્રીજ નીચેથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી બે શખ્સોને ત્રણ ચોરાઉ બાઈક સાથે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નવાગામ પાસે જૂના કુવાડવા પોલીસ સ્ટેશનની પાછળ એક શખ્સ ચોરાઉ બાઈક સાથે ઉભો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઈ કોઠીવાળ અને કોન્સ. સંદીપભાઈ અવાડીયાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી હીરાલાલ સુગ્રીવ ગૌતમ (ઉ.વ.૩૦)(રહે.મૂળ ઉત્તરપ્રદેશના ઉઢર પુરવા ગામ હાલ નવાગામ આણંદપર) ને ચોરાઉ બાઈક સાથે પકડી લઈ પૂછપરછ કરતા તેણે વધુ એક બાઈક ચોર્યાની કબુલાત આપતા પોલીસે બંને બાઈક કબ્જે, કાર્યવાહી કરી હતી. આ કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. એન.જી.વાધેલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હિતેષભાઈ કોઠીવાળ, કોન્સ. હરેશભાઈ સારદીયા, સંદીપભાઈ અવાડીયા, હોમગાર્ડ હિતેષભાઈ માલકીયા દ્વારા કરવામાં આવી હતી.જ્યારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, કોન્સ. મનીષભાઈ સોઢીયા અને મયુરદાનભાઈ ગઢવીને બાતમી મળતા કે.કે.વી.હોલ ચોક પાસે બ્રીજ નીચે પાર્કીગમાંથી વનરાજ મગનભાઈ ચૌહાણ (ઉ.વ.ર૦)(રહે.ગોંડલ રોડ વિજય પ્લોટ શેરીનં.૯)ને ચોરાઉ બાઈક સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઈ. જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.ડી.એસ.ગજેરા, હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, અજયભાઈ વિકમા, દિનેશભાઈ બગડા, હિતેષભાઈ અગ્રાવત, કોન્સ.મનીષભાઈ સોઢીયા, ભાવેશભાઈ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભાટી દ્વારા કરવામાં આવી હતી.
(3:28 PM IST)










