તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ટીબી નાબુદી માટે રાજકોટ જીલ્લામાં મહાઅભિયાનઃ ગામડે ગામડે પ૦ ટીમો ઉતારાઇઃ ર લાખ પેમ્પલેટ છપાવાયા
ર૦ર૪માં ટીબીના દર્દીઓ વધ્યાઃ ર૪પ૯ દર્દીઓ ઓકટોબર સુધીમાં નોંધાયા

રાજકોટ તા. ૧૭ :.. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મળત્યુના દરમાં ઘટાડો કરવા માટે ગત તારીખ ૭ ડિસેમ્બરથી ૧૦૦ દિવસનાં ટીબી નાબુદીનાં અભિયાનનો પ્રારંભ કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં- કલેકટર પ્રભવ જોશી અને માર્ગદર્શન હેઠળ ખાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક એક લોકો સુધી પહોંચવા માટે જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટીબી નાબૂદી કાર્યકમ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં અલગ અલગ ગામડાઓમાં નાના-મોટે ૧૦૦ પણ વધુ નાના મોટી તજાગળતિ માટે રેલીઓ યોજવામાં આવશે, આરોગ્ય વિભાગ દ્વારા કુલ પ૦ ટીમો દ્વારા ટીબી જાગૃતિ સામે અને ટીબીને જેસ્ત નાબૂદ કરવા પ૦ ટીમો ઉતારાઇ છે.
કલેકટરની સૂચના અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક લોકો સુધી પોચી વળવા માટે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમો ગામે- ગામે જઈ સ્કૂલો તેમજ ગામના લોકોને ટીબી માટેની જાગળતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં તંત્ર દ્વારા બે લાખથી પણ વધુ લોકોને જાગળતિ માટે પેમ્પ્લેટ છાપ પવામાં આવ્યાં છે. ટીબી નાબૂદ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઝુંબેશ હાથ ધરવા માટે કલેકટર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. છેલ્લામાં ૫૦થી પણ વધુ તેમાં આરોગ્ય વિભાગ દ્વારા મનાવવામાં આવે છે અને ગામના એક-એક લોકો સુધી પહોંચીને ટીબીથી લોકોને જાગળત કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે.
દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા કેન્દ્ર સરકારનું અભિયાન ચાલી રહ્યું છે. ટીબીના દર્દી્ને પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે કેન્દ્ર સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી મહિને રૂ.૫૦૦ની સહાય આપવામાં આવતી હતી. આ રકમ સીધી તેમના ખાતામાં જમા થતી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર્દીને વધુ પૌષ્ટિક આહાર મળી રહે અને તેની ટીબી મુક્ત થવાની સંભાવના વધી જાય તે માટે ૧લી નવેમ્બરથી આ રકમ બમણી કરવામાં આવી છે અને હવે દર્દીઓને મહિને રૂ.૫૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય મળશે. ટીબી હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે. એક ટીબી દર્દી ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિને ચેપ લગાડી શકે છે. રાજકોટ જિલ્લામાં ૨૦૨૧ની સાલમાં ૨૬૧૩, ૨૦૨૨ની સાલમાં ૨૮૧૫ અને ૨૦૨૩ની સાલમાં ૨૭૯૫ ટીબીના દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૨૪ના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ૨૪૫૯ દર્દીઓ નોંધાયા છે. દર મહિને એવરેજ ૨૪૫ જેટલા દર્દીઓ ટીબીની સારવાર માટે આવે છે અને તેમને સહાયની રકમ ચૂકવવામાં આવે છે.દર્દીઓને પોષણક્ષમ કિટ મળી રહે તે માટે દત્તક યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને દત્તક લઇ દર મહિને પોષણક્ષણ કિટ આપવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની દાળ, ખજૂર, ગોળ, કઠોળ, તેલ, માંડવીના દાણા, દાળિયા સહિતની ચીજવસ્તુઓ હોય છે. હાલમાં રાજકોટ જિલ્લામાં દર મહિને સદ્્ભાવના વળદ્ધાશ્રમ દ્વારા ૫૦, તોહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩૦, હ્યુમન ઓફ રાજકોટ દ્વારા ૩૦, રોટરી ક્લબ ગ્રેટર અને મીડટાઉન દ્વારા ૩૦, ગોંડલમાં શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૩૫, ધોરાજીમાં શ્રી રામધૂન મંડળ દ્વારા ૩૦, જેતપુરમાં ખાનગી તબીબ દ્વારા ૩૦, શાપરમાં ઙ્કાઇવેટ તબીબ એસોસિએશન દ્વારા ૧૦, હોસ્પિટલના સ્ટાફ દ્વારા ૧૫ જેટલી કિટ આપવામાં આવે છે. તેમજ એક દાતા દ્વારા દર મહિને ૧૦૦ દર્દીઓને પ્રોટીન પાઉડર આપવામાં આવે છે.
(2:37 PM IST)










