તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
શિવસેના રાજકોટ શહેર પ્રમુખપદે નિખીલભાઇ નિમાવતની વરણીઃ સંગઠન મજબુત બનાવવા કોલ

રાજકોટ તા.૧૭: શિવસેના રાજકોટ દ્વારા રાજકોટ શહેરના પ્રમુખપદે નિખિલ નિમાવતની જાહેરાત કરવામાં આવી છે.
‘‘અકિલા''ખાતે વિગતો વર્ણવતા નિખિલભાઇએ જણાવ્યું હતુ કે અમે સંગઠનો મજબુત કરવા પ્રયાસો કરીશું. લોકોના પ્રશ્નોને વાચા આપવા સમગ્ર ટીમની ટુંકમાં જાહેરાત કરીશું.
નિખીલભાઇ (મો.૯૭ર૪૯ ૦૯૦૦૯) અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાયેલ છે. શ્રી રામાનંદી નવનિર્માણ સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી અખિલ ભારતીય વૈષ્ણવ બ્રાહમણ સેવા સંઘ-મુંબઇ ગુજરાત પ્રદેશ પ્રમુખ, શ્રી રામાનંદીય સાધુ સમાજ ટ્રસ્ટ-રાજકોટ ઉપપ્રમુખ અને રામાનંદી યુવા મંડળ રાજકોટના પ્રમુખ અને ઘણી બધી સામાજીક સંસ્થા સાથે કાર્યરત અને નિસ્વાર્થ સેવાઓ આપે છે. જરૂરીયાતમંદ લોકો માટે વિનામુલ્યે અનાજ કરિયાણાની કીટ વિતરણ, સમુહ લગ્નોત્સવ, યુવા પસંદગી મેળા, યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, માં અમૃતમ કાર્ડના કેમ્પ, શહેરી વિકાસ કામો, આરોગ્ય-સામાજીક-એજયુકેશનના લાભાર્થે અનેક સફળ આવેદન-રજુઆતો સાથે હિંદુ ધર્મને જાગૃત રાખવા અનેક આયોજનો કરે છે. તેમ જીલ્લા પ્રમુખ ચંદુભાઇ પાટડીયાની યાદીમાં જણાવે છે.
અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ચંદુભાઇ પાટડીયા, નિલેષભાઇ ચૌહાણ, નિખીલ નિમાવત, કુણાલ મિષાી, જીત ખોપકર, મિલન ધંધુકીયા, પ્રિન્સ પુર્ણવૈરાગી, ખુશ પાનસુરીયા, શુભમ પટેલ, સંદિપ ગજજર, પ્રતિક સોલંકી, સુજલ મહેતા, અંકિત જલાલજી, રિધમ ઉદડીયા વગેરે સહીતના નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરીયા)
(2:55 PM IST)










