<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પતંજલી યોગ સમિતિ અને ભારત વિકાસ પરિષદ દ્વારા મોટાપા નિવારણ શિબીર

ર૩મીથી ૧૧ દિવસીય નિઃશુલ્‍ક આયોજનઃ રજીસ્‍ટ્રેશન ચાલુઃ અનુભવી યોગ શિક્ષકોની સેવા

રાજકોટ તા.૧૭: પતંજલી યોગ સમિતી અને ભારત વિકાસ પરિષદ રાજકોટ દ્વારા રાજકોટમાં ર૩ ડિસેમ્‍બરથી મોટાપા નિવારણ શિબીરનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતુ કે ૧૧ દિવસમાં ત્રણથી પાંચ કિલો વજન ઉતારવાનો અનોખો અવસર શિબીરાર્થીઓને મળશે.

આગામી ર૩ ડિસેમ્‍બર ગુરૂવારથી ભારત વિકાસ પરિષદના આંગણે  આનંદ નગર મેઇન રોડ ખાતે અનોખી યોગ વિજ્ઞાન શિબીરનું આયોજન થયું છે.  ૧૧ દિવસની વિનામુલ્‍યે યોગ શિબીર તા.ર૩ ડિસેમ્‍બરથી ૧ જાન્‍યુઆરી સુધી દરરોજ સવારના ૬:૩૦ થી ૮ નો રહેશે.

હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, થાઇરોડ, સાંધાના દુખાવા, તનાવ વગેરે જેવા રોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

આ શિબીરમાં યોગ ઋષિ રામદેવજી મહારાજના સાનિધ્‍યમાં તાલીમ પામેલા યોગ શિક્ષકો દ્વારા યોગ શિક્ષણ આપશે ૧૧ દિવસની આ શિબીરનો લાભ લઇ ત્રણ થી પાંચ કિલો વજન ઉતારવાની આ અમુલ્‍ય તકનો લાભ લેવા રાજકોટની જનતાને અનુરોધ કરાયો છે.

યોગ શિબીર સફળ બનાવવા માટે પ્રાંત પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, યોગગુરૂ કિશોરભાઇ પઢિયાર, જીલ્લા પ્રભારી નિતીનભાઇ કેસરીયા, નટુભાઇ ચૌહાણ, મહિલા પ્રભારી નિશાબેન ઠુમ્‍મર, યુવા પ્રભારી દિપકભાઇ તળાવીયા, કિસાન પંચાયતના પ્રભુદાસ મણવર, મિડીયા પ્રભારી હર્ષદભાઇ યાજ્ઞિક, અમીબેન બારૈયા, બીપીનભાઇ ભટ્ટ, પુનમબેન કટારિયા, હસમુખભાઇ શીંગાળા વગેરે જહેમત ઉઠાવી રહી છે.

યોગ શિબીર વિનામુલ્‍યે છે પરંતુ રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે. આ માટે ધીરૂભાઇ ઠુમ્‍મર મો.૯૯૧૩૦ ૮ર૦૮૬, અલ્‍પાબેન પારેખ-૯૪ર૬૩ ૭૭૮૯૮, ગીતાબેન સોજીત્રા-૯૪ર૭ર ૧૪૬૦ર નો સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા પતંજલી યોગ સમિતી અને ભારત વિકાસ પરીષદના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:56 PM IST)