<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ઉમિયાધામ સિદસર માં ૨૫ થી ૨૯ ડિસે. શ્રી ૧ા શતાબ્‍દી મહોત્‍સવ

‘માં ઉમિયાની આરાધના થકી સરસ્‍વતીની સાધના': ૨૫૦૦થી લઈ ૫૦,૦૦૦ની હુંડી સાથે સૌરાષ્‍ટ્રભરના પાટીદારોને માં નું તેડું : રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં આધુનિક શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમઃ મહોત્‍સવનું ઉદ્દઘાટન કરશે ભુપેન્‍દ્રભાઈ પટેલ : મહોત્‍સવના પ્રારંભે માં ઉમિયાના ૧૨૫માં પ્રાગટય વર્ષ નિમિતે ૧૨૫૦ બાળાઓ - કુવારીકાઓનું પૂજન થશે : મહોત્‍સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજીક સમરસતા, ઉદ્યોગ, વ્‍યાપાર, શૈક્ષણિક, ડોકટર્સ, પ્રોફેશ્નલ સંમેલનો યોજાશે

 

રાજકોટ તા. ૧૭ : સિધ્‍ધ તપોભૂમી આલચ પર્વતમાળાની ગોદમાં પવિત્ર વેણુ નદીના તટે, પાટીદારોની આસ્‍થા-શ્રધ્‍ધાનું કેન્‍દ્ર સ્‍થાન એટલે ઉમિયાધામ સિદસર આગામી તા.રપ થી ૨૯ ડીસેમ્‍બર-૨૦૨૪ દરમ્‍યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના ૧૨પ વર્ષ નિમિતે પ દિવસીય પ્રાગટય ઉત્‍સવ શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થશે. પાંચ દિવસના મહોત્‍સવને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહીતના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. મહોત્‍સવમાં કળષિ, યુવા, મીહલા, કર્મયોગી, સામાજીક, સમરસતા, ઉદ્યોગ-વેપાર, શૈક્ષણિક, ડોકટર્સ- પ્રોફેશનલ્‍સ સંમેલનો યોજાશે.

‘ર્માં ઉમિયાની આરાધના થકી સરસ્‍વતીની સાધના' અંતર્ગત અધ્‍યતન શૈક્ષણિક સંકુલોના નિર્માણનો સંકલ્‍પ ૨૧ મી સદી જ્ઞાનની સદી મનાય છે આજથી લગભગ ૯૦ વર્ષ પહેલા પાટીદાર સમાજના દ્રિર્ધદ્રષ્ટા વડીલોએ વિદ્યાર્થી

આશ્રમો, બોર્ડીગો, છાત્રાલયો બનાવી પાટીદાર સમાજની પ્રગતિ, સમુદિધ અને સમાજ વ્‍યવસ્‍થાને વેગ આપ્‍યો હતો. જયારે આવનારી ભાવિ પેઢીના ઉજજવળ ભવિષ્ટ માટે રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમ ઉમિયાધામ સિદસર દ્રારા વ્‍યકત કરવામાં આવી છે. આ સમાજ વિકાસના વિવિધ કાર્યો માટે વર્ષ ૨૦૨૧ થી ૨૦૩૧ સુધીની ૪૦૦ કરોડની સમળધ્‍ધિ યોજના-૩ ખુલ્લી મુકવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબકકામાં રૂા. એક સો પચ્‍ચીસ કરોડ તથા બીજા તબકકામાં એક સો પચ્‍ચીસ કરોડ થકી કુલ બસો પચાસ કરોડના ખર્ચે બે શૈક્ષણિક પ્રોજેકટો હાથ ધરાયા છે. ત્‍યારે સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટર, એન્‍જીનીયર, પ્રોફેસર સહીતના તમામ વર્ગને નૈતિક ફરજના ભાગરૂપે આ યોજનામાં આર્થિક અનુદાન આપવા માટે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલશભાઈ ઉકાણી, સમળધ્‍ધિ યોજનાના ચેરમેન બી.એચ.ધોડાસરા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઇ શાપરીયા, સહીતના હોદેદારો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગને મંદિર સાથે જોડવાના ભાગરૂપે ‘ઉમારત્‍ન યોજના' શરૂ કરવામાં આવી છે. ‘માઁ ઉમા કળશ યોજના' થકી તમામ પરિવારને સમાજની સાંકળમાં જોડવાના સાર્થક પ્રયત્‍નો ઉમિયાધામ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 ‘માઁ નુ તેડું' આમંત્રણ પત્રીકા સાથે માતાજીની હુંડીને વધાવતા પાટીદાર પરિવારો પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે આગામી રપ થી ૨૯ ડીસેમ્‍બર યોજાનારા ૫ દિવસના શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં સહર્ષ

સામેલ થવા સૌરાષ્‍ટ્ર-ગુજરાત સહીત, દેશ-વિદેશમાં રહેતા અઢી લાખ પરિવારનો ‘માઁ નું તેડુ' કંકોત્રી રૂપે આમંત્રણ પત્રીકા મોકલવામાં આવી રહી છે. સૌરાષ્‍ટ્રના જીલ્લા-તાલુકા-ગ્રામ્‍ય લેવલે ઉમિયા પરિવાર સંગઠન સીમતિના કાર્યકરો દ્વારા માઁ ની કંકોત્રી કડવા પાટીદાર પરિવારના ઘેર-ઘેર જઇ વિતરણ કરવામાં આવી રહી છે. આ સાથે પરિવારની સમુધ્‍ધિ અને સુખાકારીના આશીષ પાઠવતી માતાજીની હુંડી પણ સ્‍વૈચ્‍છિક રીતે વિતરીત થશે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસર દ્રારા સમુધ્‍ધી યોજના-૩ હેઠળ નિર્માણાધીન શૈક્ષણિક સંકુલોના નિર્માણમાં સહભાગી થવા આર્થીક યોગદાન માટે હુંડી બનાવવામાં આવી છે. શ્રી ૧ શતાબ્‍દી મહોત્‍સવ ના નિમંત્રણ ‘માઁ નુ તેડુ' સાથે હુંડી ને વધાવી લેવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહીતના સૌરાષ્ટભરના કડવા પાટીદાર પરિવારમાં જે-તે જીલ્લા- તાલુકા-ગ્રામ્‍ય લેવલે સંગઠન સમિતિના સભ્‍યો દ્વારા માઁ નું તેડુ કંકોત્રી સ્‍વરૂપે આમંત્રણ પત્રીકાની સાથો સાથ સમાજના દરેક વર્ગના લોકોને સાંકળવાના આશ્રય સાથે જગત જનની માઁ ઉમિયાના ૧૨૫ માં પ્રાગટય મહોત્‍સવ અવસરે યથાશકિત હુંડી યોગદાનની અપીલ સાથે રૂપીયા પચ્‍ચીસ સોની બ્રોન્‍ઝ હુંડી, પાંચ હજારની સિલ્‍વર હુંડી, અગીયાર હજારની ગોલ્‍ડ હુંડી, પચ્‍ચીસ હજારની ડાયમંડ હુંડી, પચાસ હજારની પ્‍લેટીનમ હુંડીનું સ્‍વેચ્‍છાએ વિતરણ કરવામાં આવશે. સમાજના તમામ પરિવારો, વ્‍યાપારી તથા નોકરીયાત મિત્રોને આ હુંડી સ્‍વીકારી માઁના ચરણોમાં યથાશકિત યોગદાન નોંધાવવા મહોત્‍સવના હોદેદારો આયોજકો દ્વારા આહવાન કરાયુ છે.

 શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં જગદંબા-શકિત સ્‍વરૂપે ૧૨૫૦ બાળાઓનું પૂજન કરાશે.

ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્‍ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરા એ અખબારી મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે સિદસર ખાતે માઁ ઉમિયાના ૧રપમાં પ્રાગટય નિમિતે યોજાનાર ૧૧ શતાબ્‍દી મહોત્‍સવમાં સાક્ષાત આદ્યશકિત માઁ જગદંબા સ્‍વરૂપ ૫ થી ૧૨ વર્ષ સુધીની ૧૨૫૦ જેટલી નાની બાળાઓ- કુમારિકાઓનું વિધિવત કંકું ચોખા થી પૂજન તથા આરતી કરવામાં આવશે. આ મહોત્‍સવમાં ભવ્‍ય યજ્ઞશાળામાં દરરોજ ૨પ કુંડી યજ્ઞનું આયોજન કરાયુ છે.

પાંચ દિવસીય મહોત્‍સવમાં ૧૦ જેટલા વિવિધ સંમેલનો

પાંચ દવસીય મહોત્‍સવ દરમ્‍યાન તા. રપ ના સવારે મહોત્‍સવના ઉદઘાટક તરીકે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે. બપોરે ૩:૩૦ કલાકે યુવા સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, તેમજ મુખ્‍ય વકતા તરીકે લેખક જય વસાવડા ઉપસ્‍થિત રહેશે. તા. ર૬ ના રોજ સવારે ૯ કલાકે કળષિ સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ધાટક તરીકે મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્‍ય મહેમાન તરીકે મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્‍થિત રહેશે બપોરબાદ સામાજીક સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે ઉંઝાના પ્રમુખ બાબુભાઇ પટેલ, મુખ્‍ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મુખ્‍ય મહેમાન મહા-હ્મ દાતા જીવનભાઈ ગોવાણી ઉપસ્‍થિત રહેશે. તા. ૨૭ ના રોજ સવારે ૯ કલાકે મહિલા સંમેલનમાં આણંદબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી તથા ગાયત્રી આશ્રમના લાલબાપુ આર્શીવચન પાઠવશે, બપોરબાદ સમરસતા સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે મહા-બ્રહ્મ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્‍યવકતા તરીકે રાષ્‍ટ્રીય સેવક સંધના રવિન્‍દ્ર કિરકોડેજી, મુખ્‍યમહેમાન તરીકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલ સ્‍ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના મહેશભાઈ જીવાણી, ડો. જયંતિભાઈ ભાડેસિયા, ઉપસ્‍થિત રહેશે. તા. ૨૮ ને સવારે કર્મયોગી સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે પૂર્વ કલેકટર બી.એચ.ધોડાસરા, તથા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા આર્શીવચન પાઠવશે, બપોરબાદ ઉદ્યોગપતિ સંમેલનમાં સમારોહના અધ્‍યક્ષ તરીકે જગદીશભાઇ કોટડીયા, મહાપદમ દાતા જયસુખભાઈ પટેલ, ઉદ્ધાટક તરીકે કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્‍થિત રહેશે., તા. ૨૯ના રોજ શૈક્ષણિક સંમેલનમાં અખિલ ભારતીય સંઘના ડો. પરમાત્‍માનંદ સરસ્‍વતીજી આર્શીવચન પાઠવશે. મુખ્‍ય મહેમાન તરીકે શિક્ષણ જગતના ડો. મહેન્‍દ્રભાઈ પાડલિયા, આર.જી. ધમસાણીયા, કિરણભાઈ પટેલ, ડો. વી.બી. ભેંસદડીયા ઉપસ્‍થિત રહેશે બપોર બાદ ડોકટર્સ પ્રોફેશ્નલ સંમેલનમાં અધ્‍યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઈ પટેલ, વકતા તરીકે અનિશ ચંદારાણા, મુખ્‍ય મહેમાન તરીકે આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કિરણ હોસ્‍પિ.-સુરતના મથુરભાઈ સવાણી, કેપીએસએનએ ના ડો. ભાણજીભાઈ કુંડારીયા ઉપસ્‍થિત રહેશે. આશરે ૬૦૦ વિઘા જમીનમાં આયોજીત શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવની વિવિધ તૈયારીઓને સુચારૂ ઢબે જોરશોરથી ચાલી રહી છે. મહોત્‍સવના હોદેદારોના માર્ગદર્શન હેઠળ આશરે ૧૦૮ થી વધુ વિવિધ સમીતીઓ જહેમત ઉઠાવી રહી છે.

 તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સિદસર ખાતે યોજાનાર શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવ અંગે ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ટ્રસ્‍ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઇ રાણીપા, તથા શ્રી ૧૫ શતાબ્‍દી મહોત્‍સવ પ્રેસ મિડીયા સમિતિના મંત્રી રજનીભાઈ ગોલ નજરે પડે છે.

(3:02 PM IST)