<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પિરામલ હાઉસીંગ ફાયનાન્‍સની ૧૭ લાખની બાકી પ્રશ્‍ને મકાનનો કબજો લેતા મામલતદાર

મામલતદાર તથા સર્કલ ઓફીસરે મીલકતને સીલ મારી કબજો સોંપી દીધો

રાજકોટ તા. ૧૭: રાજકોટ કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, સત્‍યમ શેરસીયા (સર્કલ ઓફિસર) દ્વારા ધી સિકયુરાઇઝેશન એકટ હેઠળ મિલકતનો કબ્‍જો લઇ પિરામલ હાઉસીંગ ફાયનાન્‍સ કંપનીને કબજો સોંપી આજે કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો.

કબજા માટેની નોટિસ તારીખઃ ર૯-૧૧-ર૦ર૪ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરાયા બાદ કરજદારને બજાવાઇ હતી, આમ છતાં બાકી રકમ રૂા. ૧૭ લાખ ૩પ હજાર નહીં ભરતા આખરે કબજો લેવાયો હતો.

પિરામલ હાઉસિંગ ફાઇનાન્‍સ લી. દ્વારા હંસાબેન ભોપાભાઇ વાઘેલાની રાજકોટ શહેરના રેવન્‍યુ સર્વે નંબર ૬ પૈંકી ‘‘ન્‍યુ સુખસાગર-ર'' શેરી નં. પના પ્‍લોટ નંબર ૯૦ની જમીન ચો.મી. પ૪-૩૬ બરાબર ચો.વા.આ. ૬પ-૦૦ આવેલ મકાનનો કબજો લેવા અંગે કલેકટરને ફરીયાદ કરાયા બાદ કલેકટરના હુકમથી મિલકત ઉપર તા. ૧૪-ર-ર૦૧૯ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂા. ૧૭,૩પ હજાર અને ત્‍યારબાદના ચડત વ્‍યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્‍યો હતો, તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(4:59 PM IST)