News of Tuesday, 17th December 2024
ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવનું ચેકીંગઃ ૧૫૭ વાહનચાલકોને બ્રેથ એનલાઇઝરથી ચેક કરાયાઃ એક શખ્સ પીધેલો પકડાયો
અલગ નિયમ ભંગ બદલ ૧૫૧ કેસ કરાયાઃ૧,૪૦,૬૦૦નો દંડ વસુલાયો

રાજકોટઃ આગામી ૩૧મી ડિસેમ્બર અંતર્ગત શહેર પોલીસ દ્વારા દરરોજ ચેકીંગ ઝુંબેશની ડ્રાઇવ યોજવામાં આવે છે. ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની કામગીરી કરવામાં આવી હતી. તે અંતર્ગત સેક્ટર-૧માં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ૧૨ વાહનચાલકોને બ્રેથ એનલાઇઝરથી ચેક કરાયા હતાં. જેમાં એક શખ્સ નશો કરેલો મળતાં ગુનો દાખલ કરાયો હતો. જ્યારે અલગ અગ નીયમ ભંગના પાંચ કેસ કરાયા હતાં. સેક્ટર-૨ અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગ થતાં ૯૩ કેસ કરાયા હતાં. ૭૮ વાહનચાલકોને અટકાવી બ્રેથ એનલાઇઝરથી ચેક કરાયા હતાં અહિ કોઇ નશો કરેલુ મળ્યું નહોતું. સેક્ટર-૩ દ્વારા કોટેચા ચોક, કોસ્મો ચોકડીએ ૩૭ ક.ી કરાયા હતાં. ચાર વાહન ડિટેઇન થયા હતાં. ૨૧ વાહનચાલકોને બ્રેથ એનલાઇઝરથી ચકાસાયા હતાં. જ્યારે સેક્ટર-૪ દ્વારા કિસાનપરા ચોક, ઘંટેશ્વર ટી પોઇન્ટ ખાતે ૧૬ કેસ કરાયા હતાં અને ૪૬ વાહનાચાલકોએ નશો કર્યો છે કે કેમ? તેની ચકાસણી થઇ હતી. કોઇ નશો કરેલુ મળ્યું નહોતું. કુલ ૧૫૧ રોકડ કેસ કરી ૬૪૭૦૦નો દંડ વસુલાયો હતો, જ્યારે ૧૨૮ ઇ-ચલણ અપાયા હતાં. કુલ ૨૭૯ કેસ કરી ૧૪૦૬૬૦નો દંડ વસુલાયો હતો અને ૧૫૭ વાહનચાલકોને બ્રેથ એનલાઇઝરથી ચેક કરાયા હતા. જેમાં એક વાહનચાલક નશો કરેલો મળ્યો હતો. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં ટીમોએ આ કામગીરી કરી હતી.
(4:06 PM IST)










