તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજકોટના વિખ્યાત રમકડાના વેપારીને બપોરથી ઝપટે લેતુ GST: પ થી ૬ સ્થળે દરોડા....
વેટ ડિવીઝન-૧૦ દ્વારા તપાસનો ધમધમાટઃ સીમંધર ટોયઝમાં તપાસ

રાજકોટ તા. ૧૭ :... રાજકોટ વેટ ડિવીઝન-૧૦ ના અધિકારીઓએ જીએસટી ચોરી સંદર્ભે શહેરના વિખ્યાત રમકડાના વેપારીને ત્યાં બપોરથી દરોડાનો દોર શરૂ કર્યો છે.
અધિકારી સુત્રોના કહેવા મુજબ યાજ્ઞિક રોડ ઉપર આવેલ વિખ્યાત સીમંધર ટોયઝના મુખ્ય શોરૂમ ઉપર તથા તેની અન્ય પ થી ૬ બ્રાંચમાં વેટ ડીવીઝન ૧૦ ના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે, હાલ અધિકારીઓએ અકળ મૌન સેવી લીધુ છે, બૂકસ ઓફ એકાઉન્ટ તથા ખરીદ-વેચાણના બીલો-કાગળો તપાસાઇ રહ્યા છે, ર સ્થળે સાહિત્ય કબ્જે લેવાયા અંગે અધિકારીઓ નિર્દેશ આપી રહ્યા છે
(5:01 PM IST)










