<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મનપાની વેરા શાખા લાલઘુમઃ ૯ મીલ્‍કત સીલઃ ૩ નળ કનેકશન કટઃ ૧પને નોટીસ

બપોર સુધીમાં ર૬.પ૪ લાખની વસુલાતઃ મનપાની તીજોરીમાં વેરા શાખાને કુલ ૩ર૪ કરોડની આવક

રાજકોટ, તા. ૧૭:  મહાનરગપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીવકરી ઝુંબેશ આપતા શ્રી રામેશ્વર ચોક, પેડક રોડ, વગર ચોકડી,  કોઠારીયા વિસ્‍તાર, ૧પ૦ ફૂટ રીંગ રોડ, દાણાપીઠ  સહિતના વિસતારોમાં ૯ મિલ્‍કતોને સીલ કરેલ તથા ર૦ મિલ્‍કતોને સીલની કાર્યવાહીક રતા રિકવરી થયેલ તથા ૧પ મિલ્‍કતોને ટાંચ જપ્ત નોટીસ આપેલ તથા ૩-નળ કનેકશન કપાત કરતા વેરા ભરપાઇ થયેલ. બપોરના એક વાગ્‍યા સુધીમાં ર૬.પ૯ લાખની આવક થવા પામી છે.  મનપાને વેરાની કુલ ૩ર૪ કરોડની આવક થવા પામી હતી. આ કામગીરી નાયબ કમીશનર સી.કે.નંદાણી તથા આસી. કમિશ્નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સવ પટેલ સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજર નિલેશ કાનાણી, ગૌરવ ઠકકર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરે દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(5:00 PM IST)