<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

જીલ્લા પોલીસનુ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્‍સપેકશન : સેરોમોનીયલ પરેડ યોજાઇ

જીલ્લામાં ગુન્‍હાખોરી ઘટીઃ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે હત્‍યા, હત્‍યાની કોશીશ અને ધાડના બનાવોમાં પ થી ૨૦%નો ઘટાડો

રાજકોટઃ રાજકોટ ગ્રામ્‍ય પોલીસમા રેન્‍જ ડીઆઇજીના વાર્ષિક ઇન્‍સપેકશસન અંતગર્ત આજે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે સેરોમોનીયલ પરેડ યોજાઇ હતી. જેમાં રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદ સમક્ષ રૂરલ એસપી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસના અશ્વ સ્‍વારો તથા ડોગ સ્‍કોડે વિવિધ કરતબ રજુ કરયા હતા. રૂરલ એસપી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ પરેડમાં ઉપસ્‍થિત રહયા હતા. આ તકે રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવ તથા એસપી હિમકરસિંહએ જણાવ્‍યું હતું કે જીલ્લામાં ગુનાખોરી ઘટી છે. ખુન, ખનની કોશીશ તથા ધાડના બનાવોમાં ગત વર્ષ કરતા ૫થી૨૦%નો ઘટાડો થયો છે. અકસ્‍માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જીલ્લામાં કાયદો વ્‍યવસ્‍થાની સિથતી જળવાય રહે તે માટે પોલીસ એલર્ટ છે. તસ્‍વીરમાં રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવ, સેરોમોનીયમ પરેડમાં સલામી ઝીલતા નજરે પડે છે. બાજુમાં રૂરલ એસપી હિમકરસિંહ દ્રશ્‍યમાન થાય છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:25 PM IST)