તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણી, પરેશ મારૂ, દિલીપ જોષીની પેનલો વચ્ચે તીવ્ર સ્પર્ધા : ચૂંટણી જંગ જામ્યો
ત્રણ પેનલો ઉપરાંત પ્રમુખપદે માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં ઉપપ્રમુખ માટે ત્રિકોણીયો જંગ, મહિલા અનામત ઉપર ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : કારોબારીની નવ જગ્યા માટે ર૬ ઉમેદવારો મેદાનમાં : ત્રણેય પેનલોના સમર્થનમાં મીટીંગો, સ્નેહમિલન, હસાયરો-ડાયરાના કાર્યક્રમો સાથે પ્રચાર કાર્ય ગતિમાં

આજરોજ સમરસ પેનલ ના ઉમેદવારો પ્રમુખ પરેશ મારૂના સમર્થનમાં ક્લેમ બાર એસસિયેશનના ઇન્ચાર્જ પ્રમુખ જી. આર. પ્રજાપતિ તેમજ જાણીતા ધારાશાષાી સુનિલભાઈ મોઢા , જે. જે. ત્રિવેદી, વિપુલભાઈ કક્કડ, અજય સેડાની, ગોપાલભાઈ ત્રિવેદી, રાજેશ મહેતા,મનીષ ખખર સહિતના વરિષ્ઠ વકીલો ની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલ અને ખુલ્લં ખુલ્લો સમરસ પેનલ ને ટેકો જાહેર કરતા સમરસ પેનલનું એક તરફી વાતાવરણ સર્જાયેલ છે.
રાજકોટ, તા. ૧૭ : રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે ત્રણેય પેનલોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કાર્યમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ત્રણ પેનલો વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી છે.જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા એ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વરા વચ્ચે તેમજ સેક્રેટરીમા કેતન દવે ,સંદીપ વેકરીયા ,પરેશ વ્યાસ અને વિનસ છાયા વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ વચ્ચે હરીફાઈ જામી છે. આ ઉપરાંત ની જગ્યા માટે રાજેશ ચાવડા પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્ચે તેમજ લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે રવિ ધ્રુવ અને કેતન મંડળ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે મહિલા અનામત જગ્યા માટે અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે નવ કારોબારીની જગ્યા માટે ૨૬ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે આગામી તારીખ ૨૦ ના રોજ યોજાના ચૂંટણીના મતદાન પૂર્વે ત્રણેય પેનલના ઉમેદવારો તેમજ સ્વતંત્ર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ચાર કાર્ય ધમધમાટ શરૂ થયેલ છે. ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ સંગઠનો સાથે મીટીંગ નો દોર ચાલી રહ્યો છે જેમાં પરેશ મારુંની સમરસ પેનલના સમર્થનમાં બ્રહ્મ સમાજના વકીલોની બેઠક મળી હતી આ પેનલના સમર્થનમાં ક્લેમ બાર એસોસિએશનના ઇન્ચાર્જ જી આર પ્રજાપતિ સુનિલ મોઢા જે જે ત્રિવેદી વિપુલ કકડ ગોપાલ ત્રિવેદી રાજેશ મહેતા મનીષ ખખર સહિતની મોટી સંખ્યામાં સિનિયર જુનિયર વકીલો હાજર રહી સમરસ પેનલને સમર્થન આપ્યું છે આ ઉપરાંત સામાકાંઠેથી બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેન્શનના કારોબારી સભ્યપદની ચૂંટણી લડી રહેલા અશ્વિન રામાણીના સમર્થનમાં પણ બેઠક મળી હતી. બીજી બાજુ કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આવતીકાલે તારીખ ૧૮ ની સાંજે સાડા સાત કલાકે વિરાણી હાઇસ્કુલ ખાતે હરદેવભાઈ આહીર દ્વારા લોકસાહિત્યનો ડાયરો અને હસારિયાનો કાર્યક્રમ સાથે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સવારે એક્ટિવ પેનલના બકુલ રાજાણી દ્વારા કોર્ટ પાસે અલ્પાહાર માટે વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર્યદક્ષ પેનલના સમર્થનમાં કાલે સ્નેહમિલન અને લોકડાયરો
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર દિલીપભાઈ જોષીના નેતળત્વમાં કાર્યદક્ષ પેનલના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કાર્યદક્ષ પેનલના સમર્થનમાં હરદેવભાઈ આહીર દ્વારા વિરાણી હાઈસ્કુલ સામે નાગર ર્બોડિંગ ખાતે આવતી કાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી લોકસાહિત્ય, ડાયરો અને ન ભૂલી શકાય તેવો હસાયરો અને તોહમીલનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની સાથે સ્વરૂચી ભોજન યોજાશે. ત્યારે રાજકોટના સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, સી.એમ.દક્ષિણી, અનીલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠાકર, ગીરીશભાઈ ભટ, જે.એમ.શાહ, આર.એમ. વારોતરીયા, હેમેનભાઈ ઉદાણી, બીપીનભાઈ કોટેચા, બીપીનભાઈ મહેતા, પ્રવિણભાઈ કોટેચા, અર્જુનભાઈ પટેલ, કમલેશભાઈ શાહ, જે.એન.શાહ, અજયભાઈ જોષી, વિનોદભાઈ ગોસલીયા, કેતનભાઈ ગોસલીયા, નિપુણભાઈ દોશી, દિલેશભાઈ શાહ, કિશોરભાઈ સખીયા, મહેશભાઈ સખીયા, મૈલિકભાઈ ફળદુ, રાકેશભાઈ ગોસ્વામી, સુરેશભાઈ ફળદુ, મેહુલભાઈ મેહતા, આર.ડી.ઝાલા, અમીતભાઈ જોષી, મર્હિષીભાઈ પંડયા, ભાવેશભાઈ રંગાણી, અમિતભાઈ વેકરીયા, ભાસ્કરભાઈ જસાણી, જી.એલ. રામાણી, ડી.જે. મીઠાણી, એન.જે.પટેલ, તુલશીદાસ ગોંડલીયા, યતીનભાઈ ભટટ, વિજયભાઈ વ્યાસ, યોગેશભાઈ સોમમાણેક, રમેશભાઈ ઘોડાસરા, દિપકભાઈ ભીમાણી, રક્ષિતભાઈ કલોલા, વી.એમ.પટેલ, બી.એમ.પટેલ, બીનેશભાઈ પટેલ, ભરતભાઈ વસોયા, ચેતનભાઈ આસોદરીયા, લલીતભાઈ કાલવડીયા, અશ્વિનભાઈ શેખલીયા, હેમંતભાઈ ભટટ, રૂપરાજસિંહ પરમાર, યોગેશભાઈ ગોરસીયા, મિતલભાઈ આચાર્ય, કમલેશભાઈ ઠાકર, ઈકબાલભાઈ લિંગડીયા, અશોકભાઈ ડાંગર, પી.વી.સોલંકી, અશ્વિનભાઈ મહાલીયા, અશ્વિનભાઈ ગોસાઈ, આશુતોષભાઈ જોષી, અનિલભાઈ ઉપાધ્યાય, ધર્મેશભાઈ દવે, જે.વી.માંકડીયા, નલીનભાઈ આહયા, રજંનબા રાણા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન લીંબાસીયા, નીમીતાબેન કોઠીયા, પી.સી.વ્યાસ, જી.આર. પ્રજાપતિ, એ.યુ. બાદી, સંજયભાઈ બાવીશી, મકંદસિંહ સરવૈયા, જયપ્રકાશ ત્રિવેદી, વિરાજભાઈ દોશી, તનસુખભાઈ ગોહેલ, જનકભાઈ પંડયા, એસ.પી.કામદાર, પરેશભાઈ ઠાકર, કિરીટભાઈ પાઠક, અનીલભાઈ ગજેરા, પૈલેશભાઈ સિધ્ધપુરા,ભાવીકભાઈ દફતરી, દિનેશભાઈ રાવલ, ધર્મેશભાઈ ચોકસી, પ્રકાશભાાઈ ખંધેરીયા,હિતેનભાઈ મહેતા, સુધીરભાઈ ભટટ, હુલ્લાસરાય ભટટ, એલ.જે. રાઠોડ, એન.ડી. ચાવડા, બસલાણી, હેમંતભાઈ પરમાર, સમીરભાઈ ઠકકર, હિમાંશુભાઈ પારેખ, નિવીદભાઈ પારેખ, નો રૂબરૂ સંપર્ક કરેલ અને તેઓ તમામે રૂબરૂ આર્શિવાદ આપી પોતાના તથા પોતાની સાથીદાર એડવોકેટશ્રીઓના મત અપાવી જંગી લીડ થી જીતાવવા અર્શિવાદ આપેલ તેઓ તમામ નો આ જાહેર વિજ્ઞપ્તીથી કાર્યદક્ષ પેનલ આભાર વ્યકત કરે છે.
(4:34 PM IST)










