<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજકોટના મસમોટા બોગસ દસ્‍તાવેજમાં ત્રણ કચેરીની સંડોવણી છેઃ હાઈકોર્ટના નિવૃત્ત જજ મારફત તપાસ કરાવો

રાજકોટ કલેકટરને શહેર ક્રોંગ્રેસનું આવેદનઃ ૧પ દિવસમાં યોગ્‍ય નહિ થાય તો ધરણા : સંડોવાયેલ ઓપરેટર અને અન્‍યો તો મહોરૂ છેઃ જવાબદાર અધિકારીઓના કૌભાંડો ખોલો

રાજકોટ, તા.૧૭: શહેર ક્રોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણી અને અન્‍યોએ કલેકટને આવેદનપત્ર રાજકોટમાં જમીનોના બોગસ દસ્‍તાવેજોમાં ત્રણ કચેરીની સંડોવણીની આશંકા તટસ્‍થ તપાસ કરી કડક પગલાં ભરવા બાબત તથા હાઇકોર્ટના નિવળત ન્‍યાયાધીશ દ્વારા આ કૌભાંડની તપાસ કરાવવા માંગણી કરી હતી. આવેદનમાં ઉમેરાયું હતું કે, રાજ્‍યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં નકલી અને બોગસની બોલબાલા વચ્‍ચે રાજકોટમાં રાજ્‍યના સૌથી મોટા ૨૦ હજાર કરોડના પ્રાઇવેટ અને સરકારી ખરાબાની જમીનોના બોગસ દસ્‍તાવેજો બનાવી વેચી મારવાનું કારસ્‍તાન પ્રકાશમાં આવેલ છે ત્‍યારે રાજકોટની સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે ૧૭ બોગસ દસ્‍તાવેજો બનાવી વેચવાનું કૌભાંડ ખુલ્‍યું છે પરંતુ અસલમાં આ કૌભાંડનો આંકડો ચોકાવનારો અને તટસ્‍થ તપાસ માગી લે તેવો છે.

રાજકોટ શહેરની આજુબાજુની જમીનોના ભાવ આસમાને જતા શહેરના સીમાડા પરની જમીનો શાસક પક્ષના આદેશથી પોતાના મળતીયાઓ દ્વારા મવડી, કોઠારીયા, નાના મૌવા, મૌટા મૌવા, માધાપર, ભીચરી, ખોખરદળ સહિતના વિસ્‍તારોમાં ભૂ માફિયાઓ દ્વારા ગોચર જમીન અને સરકારી ખરાબાઓ અને પ્રાઇવેટ જમીનો વેચી મારવાનું કારસ્‍તાન લાંબા સમયથી ચાલતું હોય તેવું જણાય છે.

તાજેતરમાં સબ રજીસ્‍ટ્રાર કચેરી, અભિલેખાગાર કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓની મિલીભગત હોવાને પગલે ઓપરેટરો વકીલ અને સરકારના નિવળત્ત કર્મચારીઓની સંડવણી ખુલી અને સરકારી ખરાબા પરની કે પ્રાઇવેટ જમીનો બોગસ દસ્‍તાવેજો બનાવી વેચી મારવા અંગે પોલીસમાં ગુનો નોંધાયેલ છે. જે અંગેની તપાસ ડીસીપીના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે ત્‍યારે ઓપરેટરો મોહરું છે.

 ત્રણેય ઓફિસના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી કે તેમની સહી વગર આ પ્રકારની હરકત થઈ શકે નહીં. શહેરની આસપાસની જમીનો પરના સરકારી ખરાબાની કે ગોચરની જમીન પર સરકારના જવાબદાર તલાટી મંત્રી, સરપંચ, મામલતદારની જવાબદારી બને છે અને અધિકારીઓના આંખમિચામણા વગર કૌભાંડ થઈ શકે નહીં જે પગલે ત્રણેય કચેરીના જવાબદાર અધિકારીઓની પ્રબળ આશંકા હોવાનું ફલિત થાય છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં ૫૦૦ થી વધુ સરકારી ખરાબાઓની જમીનો પર બોગસ દસ્‍તાવેજો બની ગયા હોવાનો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સરકારી ખરાબાની જમીનની તકેદારી રાખવી એ સરકારી અધિકારીઓની જવાબદારી બને છે તેમ છતાં આ પ્રકારનું મસ મોટું કૌભાંડ પ્રકાશમાં આવેલ છે. અમારી જાણ મુજબ અભિલેખાગાર કચેરીમા નવ વર્ષ પહેલાં આ કચેરી કર્મચારીએ લેખ બોગસ હોવાનું જણાવેલ અને તેમ છતાં તત્‍કાલીન સમયે કોઈ ફરિયાદ કરવામાં ન આવી અને આવા ભૂ માફીયાઓની સિન્‍ડિકેટ સુધી પહોંચવાનો કોઈ અધિકારી કે આ કચેરીના કર્મચારીઓ દ્વારા પ્રયાસ ન કરવામાં આવતા આજે આ પ્રકારનું રાજ્‍યનું સૌથી મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્‍યું છે ત્‍યારે તટસ્‍થ તપાસ કરી રાજકીય દબાણને નજર અંદાજ કરી અધિકારીઓ અને રાજકીય ભૂ માફિયાઓની મિલીભગતથી જે રાજકોટમાં કૌભાંડ થયું છે તેની તપાસ હાઇકોર્ટના નિવળત્ત ન્‍યાયાધીશ દ્વારા કરવામાં આવે અને જવાબદારોને જેલ ભેગા કરવા અમારી માંગ છે.

 આ અમારી લેખિત રજૂઆત અંગે આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ દિવસ ૧૫માં કરવામાં નહીં આવે તો આપની કચેરી ખાતે ધરણા નો કાર્યક્રમ કરવાની ફરજ પડશે, તેમ ઉમેરાયું છે.

(4:36 PM IST)