તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજકોટના હજારો કરોડના જમીન કૌંભાડના નિવૃત હાઇકોર્ટ જજ દ્વારા તપાસની માંગણી

રાજકોટઃ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણીએ કલેકટરશ્રી પ્રભવા જોશીને પત્ર પાઠવી ભાજપના રાજમાં નકલી અને બોગસની બોલબાલા વચ્ચે રાજકોટમાં સૌથી મોટા ર૦ હજાર કરોડનાં પ્રાઇવેટ અને સરકારી ખરાબાની જમીનોનાં બોગસ દસ્તાવેજો બનાવીને વેંચી મારવાનું કારસ્તાન પ્રકાશમાં આવેલ છે ત્યારે રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલ ૧૭ બોગસ દસ્તાવેજો બનાવી વેંચવાનું કૌભાંડ ખૂલ્યું છે પરંતુ આ કૌભાંડનો આંકડો ચોકાવનારો અને તટસ્થ તપાસ માંગી લે તેવો છે. સંડોવાયેલ ૩ કચેરી અંગે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીસ દ્વારા તપાસ કરાવવા માંગ કરી છે.
(4:48 PM IST)










