<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રમેશભાઇ ટીલાળાના જનસંપર્ક કાર્યાલયે ‘‘આયુષ્‍માન'' અને ‘‘વયવંદના'' કાર્ડ કાઢી અપાશે

ભક્‍તિનગર સોસાયટીમાં ખાસ વ્‍યવસ્‍થા : લોકોએ લાભ લેવા અપીલ

રાજકોટ તા.૧૮ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ‘‘વયવંદના''યોજના હેઠળ ભારતના ૭૦ વર્ષથી ઉપરની વય ધરાવતા તમામ નાગરિકોને આવક ની મર્યાદા ધ્‍યાને લીધા વિના આરોગ્‍ય ની સવલતો માટેનું આયુષ્‍માન કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

તેમજ PMJAY હેઠળના આયુષ્‍માન કાર્ડ (જૂની ‘‘માં'' કાર્ડ યોજના) ના કાર્ડ ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળા, ૭૦-રાજકોટ ના જન સંપર્ક કાર્યાલય, ભક્‍તિનગર સોસાયટી માર્ગ-ર, સર્કલ પાસે, રાજકોટ-ર થી દરરોજ સવારે ૯-૩૦ થી બપોરના ૧ કલાક સુધી કાઢી આપવામાં આવશે.

આ બંને પ્રકારના કાર્ડ ધારકને માંદગીની સારવાર માટેના ખર્ચમાં વાર્ષિક રૂ.૧૦,૦૦,૦૦૦/-(રૂપિયા દસ લાખ) સુધીની સારવાર દર વર્ષે સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે જેના માટે ૧)આધારકાર્ડ ૨)રેશન કાર્ડ ૩) આધારકાર્ડ માં લિન્‍ક મોબાઇલ નંબર વાળાઓ માટે - વાર્ષિક રૂ ૪,૦૦,૦૦૦/- થી ઓછી આવકનો દાખલો (મામલતદાર કચેરીએ આપેલ) સાથે અરજદારે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

સમાજના વધુને વધુ જરિયાતમંદ લોકો તથા તમામ સિનિયર સીટીઝન્‍સ આ યોજનાનો લાભ લે તેવી ધારાસભ્‍યશ્રી રમેશભાઇ ટીલાળા એ અપીલ કરી છે.

(2:41 PM IST)