<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલને રજપુત અને કડીયા સમાજના વકીલોનું જબરૂ સમર્થન

આપા ગીગાના ઓટલાના મહંત નરેન્‍દ્રબાપુ દ્વારા પરેશભાઇ મારૂને ચુંટી કાઢવા અપીલ

રાજકોટ, તા., ૧૮: રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલને પ્રચંડ બહુમતીથી જીતાડવા સૌથી વધુ રાજપુત સમાજના વકિલો તેમજ કડીયા સમાજના વકીલોની મીટીંગમાં સમરસ પેનલને ટકો આપેલ હતો.

રાજપુત સમાજના સૌથી વધુ વકીલો રૂપરાજસિંહ પ૨મા૨, અશોકસિંહ વાઘેલા, ઈન્‍દુભા ઝાલા, રામદેવસિંહ ઝાલા, અજય ચૌહાણ, પ્રકાશસિંહ ગોહિલ, વિજયસિંહ ચૌહાણ, જે. એ. રાણા, હિતુભા જાડેજા સહિતના આગેવાનોની સમ૨સ પેનલના સમર્થનમાં મીટીંગ મળેલ હતી.

આ તબકકે આ જ્ઞાતીના આગેવાનોએ પોતાના વક્‍તવ્‍યમાં સમરસ પેનલમાં આપણી રાજપુત સમાજમાંથી હંમેશા સમરસ પેનલ પ્રતિનીધીત્‍વ આપતી હોય આ વર્ષ ગીરીરાજસિંહ જાડેજાને જો.સેક્રેટરી જેવા ઉચ્‍ચ હોદા પર સમરસ પેનલમાં ઉમેદવારી કરાવેલ હોય ત્‍યારે આપણી જ્ઞાતીના સૌ આગેવાનો અને સભ્‍ય વકિલોએ સમરસ પેનલનો આભાર માની જંગી બહુમતીથી તમામ સભ્‍યોને ચુંટી કાઢવા સમર્થન આપી અને તેમની તરફેણમાં મતદાન કરાવવા વિનંતી કરેલ હતી.

સમરસ પેનલના સ્‍વચ્‍છ પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્‍ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝ૨૨ પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાધ્‍યાય તથા કારોબારી સભ્‍યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશન વાલવાને બહુમતીથી ચુંટી અને નવો ઈતિહાસ બનાવાનો કોલ આપેલ.

આ ઉપરાંત સમાજના વકતાઓએ જણાવેલ કે સમાજને હરહંમેશ સમરસ પેનલે એક તાંતણે બાંધવાની કોશીશ કરેલ છે. જયારે સામેના પેનલો દ્વારા આપણા રાજપુત સમાજના કોઈને સ્‍થાન આપેલ નથી જેથી આપણે આપણા મીત્રો સાથે સમરસ પેનલમાં મતદાન કરીએ.

ગઈ કાલે કડીયા સમાજ તથા અન્‍ય નાના સમાજની વિશાળ સંખ્‍યામાં વકીલોની મીટીંગ મળી ગયેલ હતી. પ્રમુખ સ્‍થાનેથી આપા ગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુએ રાજકોટ બા૨ની ચુંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત આપણી જ્ઞાતીના આગેવાન પરેશ મારૂ પ્રમુખ પદની ચુંટણી લડતા હોય ત્‍યારે જ્ઞાતીમાં ખુબ જ આનંદની વાત છે અને જ્ઞાતીના તમામ વકીલ ભાઈ બહેનોએ પોતાનો મત પરેશ મારૂ તથા તેમની ટીમના તમામ સભ્‍યોની તરફેણમાં મતદાન કરી અને જીતાડવાની અપીલ કરેલ હતી.

આ તબકકે જ્ઞાતીના આગેવાનો નાથાભાઈ સવાણી, જે.વી.ગાંગાણી, તેજસ ગાંગાણી, મનુભાઈ ટાંક, હિતેશ રાઠોડ, જયેશ ટાંક, વ્રજલાલ સોલંકી, જે.બી. પરમાર, કીરીટ માવદીયા, એમ.એમ. મનાણી, જયોતીબેન મારૂએ મોટી સંખ્‍યામાં જ્ઞાતીજનોને હાજર રાખવા જહેમત ઉઠાવેલ હતી.

સમરસ પેનલાના પ્રમુખ પરેશભાઈ મારૂએ પોતાના મંતવ્‍યમાં સમાજની મોટી સંખ્‍યામાં હાજરી જોઈ ગદગદીત  થઈ ગયેલ હતા અને સમાજના તમામ વકીલ ભાઈ-બહેનોને આપણા સમાજમાં પ્રથમવાર પ્રમુખપદે લડતા હોય તમામે સવારના નવ વાગ્‍યે પોતાના વકીલ મીત્રો સાથે મતદાન કરવા જણાવેલ.

આ પેનલના ઉપપ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્‍ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝરર  પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાઘ્‍યાય તથા કારોબારી સભ્‍યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુક્‍લ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશાન વાલવા સહિતનાને ચુંટી કાઢવાનો સમાજે એક અવાજે કોલ આપેલ હતો.

(2:42 PM IST)