તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
સાનિધ્ય રેસિડન્ટ ફલેટ ધારકોની કલેકટરને રાવ અમારી સામેના સરકારી પ્લોટમાં બેફામ ગંદકી થાય છે
ચાલી રહેલા રેસીડેન્સીયલ પ્રોજેકટના માણસો ખુલ્લામાં સંડાસ-બાથરૂમ કરતા હોવાની રજૂઆતો

રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સાનિધ્ય રેસિડેન્ટ ધારકો આજે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાનિધ્ય ૨૫૪ના રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં સર્વે ફ્લેટ ધારક રહેણાંક ધરાવે છે ટોટલ ત્રણ વિંગ છે તેમાં ૧૩૦ ફ્લેટ ધારકો રહે છે.
અમારા રહેણાંક બિલ્ડીંગ ની સામે અને જમણી બાજુમાં પ્રોજેક્ટ નું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. તેમના કોન્ટ્રાક્ટરના માણસો અમારી સામેની ખુલ્લી જગ્યામાં ગંદકી ફેલાવે છે બહુ બધો કચરો ફેંકે છે તેમજ ખુલ્લામાં સંડાસ- બાથરૂમ કરે છે. કોર્પોરેશનને પણ જાણ કરેલ કોર્પોરેશન દ્વારા અમને કહ્યું કે તે જગ્યા કલેકટરની છે બહુ બધા વળક્ષોને પણ નુકસાન કરે છે આ બાબતે અમે અવારનવાર બિલ્ડર સાથે પણ રકજક કરેલ છે તેઓએ હજુ સુધી અમલ કર્યો નથી આ જગ્યા સરકારી છે સરકારી જગ્યામાં મજૂરોને રહેવા દઈ બિલ્ડરને છાવરવામાં આવતા હોવાની રજૂઆત રહેવાસીઓ દ્વારા કલેક્ટરને આજે કરવામાં આવી હતી.
(3:51 PM IST)










